GUJARATNAVSARI

ગુજરતનું ગૌરવ: મૂળ નવસારી જિલ્લાના ટાંકલ ગામના ર્ડા. રીટાબહેન પટેલે IG તરીકે ચંદીગઢ ખાતે ચાર્જ સંભાળ્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

ર્ડા. રીટાબહેન પટેલ જેઓનું મૂળ વતન નવસારી જિલ્લાનું ટાંકલ ગામ છે. જેઓ સેવાકીય એવા તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા છે. સાથે જ ITBP ના પેરા મિલેટરી ફોર્સના કંપની કમાંડર (મેડિકલ) તરીકે દેશસેવાની ફરજમાં જોતરાઇ કુટુંબ સમાજને અનેરૂ ગૌરવ અપાવ્યું છે. આ ફરજ દરમ્યાન વિવિધ સિદ્ધિઓ હાંસલ કરી અનેક “મેડલ” ના હકદાર પણ બન્યા હતા. જેઓ અરૂણાચલ ખાતે પેરા મિલેટરી ફોર્સમાં DIG તરીકે કાર્યરત હતા. હાલમાંજ તેમણે IG તરીકે પ્રમોશન મેળવી ચંદીગઢ ખાતે ચાર્જ સંભાળી લીધો છે. ગુજરાત આદિવાસી સમાજ સંભવત ગુજરાત રાજયના પ્રથમ “નારી રત્ન” તરીકે સમગ્ર રાજય, સમાજ, કુટુંબ અને ગામને અનેરૂ ગૌરવ અપાનાર ર્ડા. રીટાબહેનને “સેલ્યુટ” છે. જેઓ ધોડિયા સમાજના પ્રથમ તબીબ એવા સેવાભાવી ર્ડા. ગંભીરભાઇ અને સમાજના પ્રથમ મહિલા ધારાસભ્ય સ્વ.શ્રીમતી અરૂણાબહેનના પુત્રી રત્ન છે. એમના પતિશ્રી શરદકુમાર પણ ITBP માં IG તરીકે ફરજ બજાવે છે. મૂળ નવસારી જિલ્લાના ર્ડા. રીટાબહેનને સમગ્ર નવસારી જિલ્લા તથા ધોડિયા સમાજ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!