BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
અંકલેશ્વરમાં રસ્તા પહોળા કરવા કાર્યવાહી:4 ધાર્મિક સ્થાનો દૂર કરાયા, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરમાં માર્ગ નવીનીકરણની કામગીરી અંતર્ગત મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગે મુખ્ય માર્ગને અડીને આવેલા ચાર ધાર્મિક સ્થળો દૂર કર્યા છે.
સુરવાડી બ્રિજથી ચૌટાનાકા સુધીના રસ્તા પર આવેલી ત્રણ કબર અને સારંગપુરના મીરાનગરમાં આવેલું એક મંદિર હટાવવામાં આવ્યું છે. મીરાનગરમાંથી હટાવવામાં આવેલા રામદેવપીરના મંદિરની મૂર્તિઓનું અન્ય મંદિરમાં વિધિવત સ્થાપન કરવામાં આવ્યું છે.
આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ છે. આ દબાણો દૂર કરવાથી માર્ગ નવીનીકરણની કામગીરી સરળતાથી આગળ વધી શકશે.