મેળામાં હાથ લારીઓમાં માલ સામાન રાખી વેપાર કરનાર વેપારીઓ ઉપર નિયંત્રણ મુકવા અંગે જાહેરનામું
ભરૂચ – રવીવાર – ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે પ્રતિ વર્ષની માફક ચાલુ વર્ષે કાર્તિકી પુનમનો મેળો તા.
૧૨/૧૧/૨૦૨૪ થી તા. ૧૮/૧૧/૨૦૨૪ દરમ્યાન ભરાશે. આ મેળામાં આજુબાજુનાં મોટા પ્રમાણમાં સમુદાય એકત્રીત
થશે. જેથી મેળામાં હાથ લારીઓમાં માલ સામાન રાખી વેપાર કરનાર વેપારીઓ ઉપર નિયંત્રણ મુકવા માટે જે જગ્યાએ
લારીઓ ઊભી રાખવા નકકી કરેલ હોય તે જગ્યા સિવાય અન્ય જગ્યાએ લારીઓ ઉભી રાખી વેપાર કરવા પર પ્રતિબંધ
મુકવો આવશ્યક જણાય છે.
આથી અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ એન.આર.ધાધલ સને-૧૯૫૧ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૩(૧)(બી)
અન્વયે મળેલ અધિકારની રૂએ, તા.૧૨/૧૧/૨૦૨૪ થી તા.૧૮/૧૧/૨૦૨૪ સુધીના સમય માટે (બંને દિવસો સહિત)
શુકલતીર્થ ગામનાં મેળામાં કોઈપણ ઈસમોએ પોતાની હાથ લારીઓ મેળામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવી
નહિ, પરંતુ, પોલીસ ખાતા અથવા ગ્રામ પંચાયત તરફથી નિયત કરેલ જગ્યાએ જ ઉભી રાખવી.
આ હુકમનું ઉલ્લંઘન કરનાર ઉક્ત કાયદાની કલમ-૧૩૧ પ્રમાણે સજા અને દંડને પાત્ર થશે. તેમ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ,
ભરૂચ તરફથી મળેલી અખબારી યાદી માં જણાવામાં આવ્યું હતુ.