CHUDAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચુડા તાલુકાના રામદેવગઢ અને ઝીંઝાવદર ગામમાં કાર્યક્રમો યોજાયા.

તા.06/01/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

રામદેવગઢ અને ઝીંઝાવદર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું.

સુરેન્દ્રનગર જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આજ રોજ ચુડા તાલુકાના રામદેવગઢ અને ઝીંઝાવદર ગામ ખાતે કાર્યક્રમ યોજાયો હતો નોંધનીય છે કે આ કાર્યક્રમ અંતર્ગત વિકાસ યાત્રા રથનું આગમન થતાં બાળાઓએ કુમકુમ તિલક કરીને રથનું સ્વાગત કર્યું હતું આ તકે બન્ને ગામ ખાતેના કાર્યક્રમમાં મહાનુભાવોના વરદ હસ્તે સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ સ્થળ પર જ આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ગ્રામજનોએ બી.પી., ડાયાબિટીસ, ટી.બી સહિતની તપાસ તેમજ અન્ય ઓપીડી કરાવી હતી તેમજ ગ્રામજનોએ આરોગ્ય ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો ઉપરાંત ‘મેરી કહાની મેરી જુબાની હેઠળ લાભાર્થીઓએ યોજનાકીય લાભો વિશેની વાતો પ્રસ્તુત કરી હતી ખેડૂતો માટે ડ્રોનથી ખેતરમાં દવા છંટકાવનું જીવંત નિદર્શન પણ કરવામાં આવ્યું હતું આ તકે રથના માધ્યમથી લોકોએ પ્રધાનમંત્રીનો વિડિયો સંદેશ, વિકાસ કાર્યોની ઝાંખી દર્શાવતી ફિલ્મને રસપૂર્વક નિહાળી હતી તેમજ વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લીધી હતી આ સમગ્ર કાર્યક્રમને લોકોએ ઉત્સાહપૂર્વક નિહાળ્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!