વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા ,તા-૨૭ જુલાઈ 2024: અદાણી ફાઉન્ડેશને પ્રોજેક્ટ સથવારો અંતર્ગત અદાણી ગ્રૂપના હેડક્વાર્ટર ખાતે રાખડી મેળાનું આયોજન કર્યું હતું. ભારતીય કલા વારસાને ઉજાગર કરતા કારીગરોના કૌવતને પ્રોત્સાહન માટે તે આગવી પહેલ છે. બે દિવસીય મેળામાં ક્રિએટીવ ડિઝાઈન અને ઉત્કૃષ્ટ હસ્તકળાનો નમુના જેવી રાખડીઓ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમાં ગુજરાતના 10 કારીગરોએ તૈયાર કરેલી રાખડીઓ પ્રદર્શન સહ વેચાણ માટે મુકવામાં આવી હતી. વળી બ્લાઈન્ડ પીપલ્સ એસોસિએશન/અંધજન મંડળ, વસ્ત્રાપુર તેમજ અદાણી વિદ્યામંદિર, અમદાવાદના વિદ્યાર્થીઓએ પણ તેમની સુંદર રચનાઓનાં પ્રદર્શન અને વેચાણને ટેકો આપ્યો હતો. આ રાખી મેળામાં કારીગરોએ રૂ. 1 લાખથી વધુની રાખડીઓનું વેચાણ કર્યું હતું..
ભાઈ-બહેનના પવિત્ર સબંધનું સન્માન કરતો તહેવાર રક્ષાબંધન સૌથી લોકપ્રિય તહેવારોમાંનો એક છે. બદલાતા સમય સાથે બહેન તેના ભાઈના કાંડા પર બાંધતી રાખડી બાંધવાની પરંપરામાં પણ પરિવર્તન આવ્યું છે, પરંતુ તેનો ભાવ અકબંધ રહ્યો છે. રાખડીઓના વિવિધ પ્રકારોમાં ક્રોશેટ રાખડીઓ, ભરતકામવાળી રાખડીઓ, બીડવર્કની રાખડીઓ, થ્રેડ વર્કની રાખડીઓ, એગેટ સ્ટોન રાખડીઓ, સિલ્વર ફિલીગ્રીની રાખડીઓ, રેઝિન આર્ટ રાખડીઓ વગેરેનો સમાવેશ થાય છે.
પરંપરાગત હસ્તકલાને ટકાવી રાખવા અને સ્થાનિક સમુદાયોને ટેકો આપવાના ઉદ્દેશથી આ વાઇબ્રન્ટ ઇવેન્ટે કારીગરોને પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને સથવારો પ્રોજેક્ટના માર્ગદર્શક શ્રીમતી શિલિન અદાણીએ તમામ કારીગરોને તેમની સફળતા માટે અભિનંદન આપ્યા હતા.
ભારતીય તહેવારો એ આપણી પરંપરાગત હસ્તકલાને પ્રોત્સાહન અને ટકાઉ આજીવિકાની તકો ઊભી કરવાનો ઉત્તમ સમય છે. સથવારો એ અદાણી ફાઉન્ડેશનની એક પહેલ છે, જે આજીવિકા અને સાંસ્કૃતિક વારસાની જાળવણી માટે સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને (SDG) સંરેખિત છે. ભારતીય કારીગરોના ઉત્થાનની સાથે તે આપણી સમૃદ્ધ હેરિટેજ કલા અને હસ્તકલાને જાળવવા સમર્પિત છે.સથવારો પ્રોજેક્ટ અંતર્ગત કૌશલ્ય-વિકાસ અને સ્વ-સહાય જૂથોની પહેલો દ્વારા અદાણી ફાઉન્ડેશન સમાજના તમામ વર્ગોને ઉન્નત કરે છે. તે જીવનને સશક્ત બનાવે છે અને સમુદાય-આધારિત અભિગમો દ્વારા આર્થિક તકો ઉભી કરવાના અવકાશને વિસ્તૃત કરે છે. સશક્ત સમાજ રાષ્ટ્રને સર્વાંગી વિકાસ તરફ દોરી જાય છે.
અદાણી ફાઉન્ડેશન વિશે: અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ અને શહેરી સમુદાયોના સમાવેશી અને ટકાઉ વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે છે. 1996 થી ફાઉન્ડેશન શિક્ષણ, આરોગ્ય, ટકાઉ આજીવિકા, કૌશલ્ય વિકાસ અને સામુદાયિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મુખ્ય ક્ષેત્રોમાં કાર્યરત છે. રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અને વૈશ્વિક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) પર આધારિત તેની વ્યૂહરચનાઓ સાથે ફાઉન્ડેશન તેના નવીન અભિગમ અને ટકાઉપણા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જાણીતું છે. હાલમાં તે 19 રાજ્યોમાં 6,769 ગામડાઓમાં કાર્યરત છે, જે 9.1 મિલીયન લોકોને સ્પર્શે છે.મીડિયાના પ્રશ્નો માટે સંપર્ક, રોય પોલ: roy.paul@adani.com.