કાલોલ મામલતદાર કચેરીમાં મહેસૂલી કર્મચારીઓનો વિરોધ, પડતર માંગણીઓને લઈ કાળી પટ્ટી ધારણ કરી નોંધાવ્યો વિરોધ.

તારીખ ૩૧/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા વિવિધ મુદાને લઈને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કાલોલ મામલતદાર કચેરીના મહેસૂલી કર્મચારીઓ, મહેસૂલી તલાટીઓ અને નાયબ મામલતદારો દ્વારા વિવિધ ૧૮ જેટલી પડતર માંગણીઓના ઝડપી અને સમયબદ્ધ નિકાલ માટે વિરોધ દર્શાવતા કાળી પટ્ટી ધારણ કરીને કામગીરી કરવામાં આવી હતી. કર્મચારીઓએ પોતાના રોજિંદા કામકાજમાં કોઈ અડચણ ઊભી કર્યા વિના કામ ચાલુ રાખીને પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો.
મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા રજૂ કરવામાં આવેલી મુખ્ય ૧૮ માંગણીઓ માં મહેસૂલી તલાટીના Job Chartમાં સુધારા કરવા.અન્ય વિભાગોની બિનજરૂરી કામગીરીની સોંપણી દૂર કરવી.બઢતી સમયે થતી બિનજરૂરી જિલ્લા ફેરબદલી અટકાવવી. કર્મચારીઓને તેમના મૂળ જિલ્લામાં નિમણૂક આપવી.જિલ્લા ફેરબદલી માટે સંપૂર્ણ પારદર્શક પ્રક્રિયા અમલમાં મૂકવી.મહેસૂલી કર્મચારીઓના લાંબા સમયથી અટવાયેલા સેવાકીય પ્રશ્નોનો ઉકેલ લાવવો.મહેસૂલી તલાટીઓનું મહેકમ વધારવું.ILR કચેરી ખાતે થતી હંગામી નિમણૂકો રદ કરવી.ગ્રામ્ય કક્ષાએ મહેસૂલી તલાટી માટે યોગ્ય કચેરીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી.ક્લાર્ક સંવર્ગમાં વર્તાતી કર્મચારીઓની અછત તાત્કાલિક દૂર કરવી.દરેક સેજા માટે Multi-Tasking Helperની ફાળવણી કરવી.તલાટી-કમ-મંત્રી, મહેસૂલી તલાટી અને ગ્રામ સેવકની કામગીરીની સ્પષ્ટ સરહદો નક્કી કરવી.ઈ-ધરા, Digital Gujarat અને જનસેવા કેન્દ્રનો વધારાનો કાર્યભાર ઘટાડવો.OTP અને Biometric પ્રક્રિયાના કારણે વધતા અતિરિક્ત કાર્યભારમાંથી મુક્તિ આપવી.નિર્ધારિત કચેરી સમય બાદ કામગીરી કરવાનો આગ્રહ ન રાખવો.જાહેર રજાના દિવસોમાં ઓનલાઈન, OTP કે Biometric આધારિત કામગીરી ન કરાવવી.તમામ કામગીરી ‘Work to Rule’ મુજબ જ હાથ ધરવી.સરકાર દ્વારા આ તમામ પડતર પ્રશ્નોનો સમયબદ્ધ નિકાલ કરવો.કાલોલ મામલતદાર કચેરીના તમામ મહેસૂલી કર્મચારીઓ, મહેસૂલી તલાટીઓ તેમજ નાયબ મામલતદારોએ એકજૂટ થઈને કાળી પટ્ટી બાંધી સવિનય વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે જો તેમની વ્યાજબી માંગણીઓનો ટૂંક સમયમાં ઉકેલ નહીં આવે, તો આગામી સમયમાં વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.






