GUJARATSINORVADODARA

શિનોર પોલીસ દ્વારા જે.શી.પટેલ સાર્વજનિક હાઈસ્કુલ ખાતે ડ્રગ્સ,સાયબર,સોશિયલ મિડીયા સંબંધીત જનજાગૃતી કાર્યક્રમ યોજાયો

શિનોર ની જે.શી.પટેલ સાર્વજનિક હાઈસ્કુલ ખાતે ડ્રગ્સ,સાયબર,સોશિયલ મિડીયા,ટ્રાફિક,સંબંધીત જનજાગૃતી કાર્યક્રમ યોજાયો હતો.
શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા નાઓ તેમજ પોલીસ અધીક્ષક શ્રી રોહન આનંદ સાહેબ વડોદરા ગ્રામ્ય ની સૂચના મુજબ શિનોર પોલીસ દ્વારા બાળકો કાયદા સંદર્ભે જાગૃત રહે અને આવનારી પેઢી શિસ્તબધ્ધ જવાબદાર નાગરિક તરીકે ઉભરે અને સમાજ પ્રત્યેની પોતાની જવાબદરી નિભાવે તે હેતુસર શિનોર ની જે સી પટેલ સાર્વજનિક હાઈસ્કુલ ખાતે જનજાગૃતી કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં શિનોર પી એસ આઈ એ.આર.મહીડા તેમજ શિનોર પોલીસ સ્ટાફ તેમજ શિનોર સાર્વજનિક હાઈસકૂલ નાં પ્રિન્સિપાલ .શિક્ષક સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ.વિધાર્થિનીઓ હાજર રહ્યા હતા.
જેમાં સોશિયલ મિડીયા અને બાળકસોશિયલ મિડીયાના ભયસ્થાનો.બાળકો પરના જાતીય અત્યાચારના કાયદાની સમજ.ટ્રાફિક નિયમનની સમજ.ડ્રગ્સનુ દુષણ અને તેનાથી થતી અસરો.સાયબર અવરનેશ.બાળકોને સારા અને ખરાબ સ્પર્શની સમજ જેવા વિવિધ મુદ્દા પર પરીસંવાદ યોજવામાં આવ્યો હતો.જેમાં શાળાના ધોરણ ૯ થી ૧૨ ના અંદાજીત ૪૦૦ વિદ્યાર્થીઓ ને દરેક મુદ્દાએ વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
ફૈઝ ખત્રી ..શિનોર

Back to top button
error: Content is protected !!