GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

અંબાલા ચોકડી પાસે બનતા બ્રિજની ગુણવત્તા સામે સવાલ: નીચા દરજ્જાનું મટીરીયલ વપરાતા લોકોમાં અસંતોષ.

 

તારીખ ૧૪/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાના કાલોલ-ગોધરા માર્ગ પર અંબાલા ચોકડી નજીક મેસરી નદી પર બની રહેલા બ્રિજના બાંધકામને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે બ્રિજના નિર્માણમાં નીચી ગુણવત્તાનું મટીરીયલ વપરાઈ રહ્યું છે, જેના કારણે ભવિષ્યમાં બ્રિજની મજબૂતી અને જાહેર સુરક્ષા સામે જોખમ ઊભું થઈ શકે છે. જ્યાં સ્થળ પર પહોંચેલા ગ્રામજનો, સરપંચ, તાલુકા સભ્ય તથા સ્થાનિક આગેવાનોએ જણાવ્યું કે બાંધકામમાં વપરાતા મટીરીયલની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. જો તપાસ દરમિયાન કોઈ અનિયમિતતા સામે આવે તો નીચી ગુણવત્તાનું મટીરીયલ દૂર કરી નિયમો મુજબ ગુણવત્તાયુક્ત સામગ્રીથી બ્રિજનું બાંધકામ કરવામાં આવે.

ગ્રામજનોએ સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓને સ્થળ પર આવી સમગ્ર કામગીરીની તપાસ કરવા તેમજ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે જાહેર નાણાંથી બનતા વિકાસકાર્યોમાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં આવે અને લોકોના જીવ સાથે ચેડાં કરનારાઓ સામે કડક પગલાં ભરવા જોઈએ.

Back to top button
error: Content is protected !!