પ્રજાજનોની સુખાકારી માટેના પ્રશ્નો, અરજીઓ અને ફરિયાદોનો તત્કાળ નિકાલ માટે મુખ્યમંત્રીને ફરિયાદ નિવારણ “ સ્વાગત કાર્યક્રમ”
આવા કાર્યક્રમ કરે તો ગરીબોના રેકર્ડનો નિકાલો થાય.
વાત્સલ્યમ્ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,મહેસાણા
પ્રજાજનોની સુખાકારી માટેના પ્રશ્નો, અરજીઓ અને ફરિયાદોનો તત્કાળ નિકાલ માટે મુખ્યમંત્રીશ્રીનો ફરિયાદ નિવારણ “ સ્વાગત કાર્યક્રમ” અંતર્ગત આજરોજ કલેકટર કચેરી મહેસાણા ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિજાપુર તાલુકાના ખણુસા ગામના અરજદાર ડાહ્યાભાઈ મૂળચંદભાઈ પટેલે જિલ્લા જમીન દફ્તર નિરીક્ષકશ્રી આગળ નવીન સર્વે નંબર કબજા ફેરફાર બાબતની વાંધા અરજી લેન્ડ રેકર્ડ કમ એકત્રીકરણ અધિકારીશ્રીને કરેલ. જે અન્વયે આ કામગીરી પૂર્ણ કરી ગામ રેકર્ડના હક પત્રકમાં નોંધ કરીને માપણી મુજબની ઈમેજ આપી અરજદારની અરજીનો નિકાલ કરવામાં આવેલ છે. આ બાબતે અરજદાર શ્રી ડાહ્યાભાઈ જણાવે છે એમ,” સરકાર દ્વારા આવા કાર્યક્રમો થવા જોઈએ આ માટે સરકારનો આભાર. સરકાર આવા કાર્યક્રમ કરે તો ગરીબોના રેકર્ડનો નિકાલ થાય છે . કલેક્ટર સાહેબે અને અધિકારીઓએ મારી અરજીનો નિકાલ કર્યો છે એ માટે હું તેમનો આભારી છું.