GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

હરકુંડી ખાતે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, વ્યસનમુક્તિ કેન્દ્ર રજત પ્રતિષ્ઠા મહોત્સવ સંસ્કાર સિંચન રેલી યોજાઈ

 

તારીખ ૧૩/૦૩/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં વ્યસનમુક્તિ કેન્દ્ર -શ્રી સ્વામિનારાયણ મંદિર, હરકુંડીનો રજત પ્રતિષ્ઠા મહોત્સવમાં શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ, શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતોની સમુહ પારાયણ સહિત દ્વિદિવસીય મહોત્સવે વિવિધ આધ્યાત્મિક સભર કાર્યક્રમો યોજાયા. આ પ્રસંગે ભવ્ય સંસ્કાર સિંચન રેલી પણ યોજાઈ જેમાં દેશ વિદેશના હરિભક્તોનો મોટો સમુહ પણ ઉપસ્થિત રહ્યો હતો, જેમાં મનુષ્યે સંસ્કાર સહિત જીવન જીવવા અંગેના સુત્રો પોકારાયા હતા.આ પાવનકારી અવસરે પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતું કે, આજના સમયમાં મનુષ્યે વ્યસનોની વમળમાં ફસાવું નહિ, મનુષ્યનું સત્સંગ, સંસ્કાર અને સત્પુરુષના સંગથી જીવન ઉજળું બને છે. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ આચારસંહિતા શિક્ષાપત્રીમાં જણાવ્યા પ્રમાણેનું જીવન જીવવું. વ્યસન બંધન કર્તા છે, માટે નિર્વ્યસની જીવન જીવવા માટે હાકલ કરી હતી.આ મહોત્સવમાં મહંત સં. શિ. શ્રી યોગપ્રિયદાસજી સ્વામી,સં. શિ. શ્રી ઘનશ્યામસ્વરૂપદાસજી સ્વામી, સં. શિ. શ્રી વિજ્ઞાનપ્રકાશદાસજી સ્વામી વિગેરે વરિષ્ઠ સંતમંડળ ઉપસ્થિત રહ્યા હતા. આ પાવનકારી અવસરનો લ્હાવો દેશ વિદેશના હરિભકતોનો હર્ષોલ્લાસભેર લીધો હતો.

Back to top button
error: Content is protected !!