Rajkot; “૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના અને જનકલ્યાણના : સ્વચ્છતા અભિયાન સપ્તાહ-રાજકોટ”

તા.૯/૬/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
આણંદપર નવાગામ, પડધરી અને વડાળી ગામને સ્વચ્છ તથા રોગચાળામુક્ત બનાવવાનો પ્રયાસ
Rajkot: “૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના અને જનકલ્યાણના”ની ઉજવણીના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં તા. ૦૮થી ૧૪ જૂન દરમિયાન ‘સ્વચ્છતા અભિયાન સપ્તાહ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સપ્તાહ દરમિયાન સમગ્ર જિલ્લાને પ્લાસ્ટિકમુક્ત કરવા અને કચરાના યોગ્ય નિકાલ માટે વ્યાપક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેથી, સ્વચ્છતાનો સંદેશ ઘર-ઘર સુધી પહોંચાડી શકાય.


હાલમાં રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ‘સ્વચ્છ ભારત મિશન’ હેઠળ સાર્વજનિક સ્થળોની સફાઈ કામગીરી ચાલી રહી છે. જેના ભાગરૂપે રાજકોટ તાલુકાના આણંદપર નવાગામ ખાતે સ્થાનિકો અને ગ્રામ પંચાયતના સહયોગથી સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ જ રીતે, પડધરી તાલુકામાં પણ વિવિધ જાહેર માર્ગો અને સરકારી કચેરીઓની સાફ-સફાઈનું સઘન આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, વડાળી ગામ ખાતે પણ સ્વચ્છતાની કામગીરી કરીને ગામને સ્વચ્છ અને રોગચાળામુક્ત બનાવવાનો પ્રયાસ કરાયો છે. ત્યારે રાજકોટ જિલ્લાના ખૂણેખૂણામાં ચાલી રહેલું સ્વચ્છતા અભિયાન લોકોમાં આરોગ્ય અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવી રહ્યું છે.



