GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટ મહાનગરમાં એક જ દિવસમાં ૨૮૦ ગાબડા પુરી રોડ સમથળ કરાયા
તા.૨૬/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ શહેર તથા જિલ્લામાં અતિવૃષ્ટિ પછી તૂટી ગયેલા અનેક રસ્તાઓનું હાલ રિપેરિંગ ચાલી રહ્યું છે. રાજકોટ મહાનગર પાલિકાના કમિશનર શ્રી દેવાંગ દેસાઈના નિર્દેશ મુજબ, મહાનગરના વિવિધ વિસ્તારોમાં ખાડા-ગાબડા પૂરીને રસ્તાઓને સમથળ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
રસ્તા રિપેરિંગની કામગીરી અંતર્ગત રાજકોટ મહાનગરમાં ગત રોજ કાલાવડ રોડ તેમજ સેન્ટ્રલ ઝોનમાં ૨૮૦ જેટલા ખાડા-ગાબડા પૂરીને રોડ સમથળ કરવામાં આવ્યા છે. આજે સેન્ટ્રલ ઝોનના વોર્ડ-૧૩માં રોડ રિપેરિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ૨૪મી સપ્ટેમ્બરે રાજકોટમાં કુલ મળીને ૮૭ જેટલા ખાડા-ગાબડાનું સુવ્યવસ્થિત પુરાણ કરીને રોડ સમથળ બનાવવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરના રસ્તાઓ સમથળ બનતાં વાહનચાલકો રાહત અનુભવી રહ્યા છે. આ કામગીરી હજુ પણ ચાલી રહી છે.