GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટમાં એમ.સી.એચ. હોસ્પિટલ ખાતે પી.સી.-પી.એન.ડી.ટી. એક્ટ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

તા.૨/૮/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: નારી વંદન ઉત્સવના ભાગરૂપે “બેટી બચાઓ બેટી પઢાઓ યોજના” અંતર્ગત આજરોજ રાજકોટની ઝનાના હોસ્પિટલના એમ.સી.એચ. બિલ્ડિંગ તાલીમ હોલ ખાતે અંતર્ગત પી.સી.-પી.એન.ડી.ટી. એક્ટ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજકોટના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, સુપ્રિટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુકત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહિલા અને બાળ અધિકારી ડૉ.જનકસિંહ ગોહિલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી.કે. સિંઘ, આર.એમ.પી. શ્રી ચાવડા, મ્યુનિસિપલ હેલ્થ ઓફીસર ડૉ. જયેશ વાકાણી, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી સુશ્રી સીમાબેન શિંગાળા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ડી.એચ.ઈ.ડબલ્યૂ.નો સ્ટાફ, સખી વન સ્ટોપ સેન્ટરનો સ્ટાફ, નારી સંરક્ષણ ગૃહનો સ્ટાફ હાજર રહ્યો હતો. કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.

મહિલા અને બાળ અધિકારી ડૉ. જનકસિંહ ગોહિલે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યા બાદ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ત્યારબાદ મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા કાર્યક્રમને અનુરૂપ ઉદબોધન આપવામાં આવ્યું હતું.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા પી.સી. – પી.એન.ડી.ટી. એક્ટ વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ ગાંધીનગર હેલ્થ ઑફિસમાંથી આવેલા વિશાલભાઈ દ્વારા આભાકાર્ડ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ઝનના હોસ્પિટલના ૨૬૦ જેટલા નર્સ સ્ટાફ હાજર રહ્યા હતા. આ તકે સ્ટાફ નર્સને કીટ વિતરણ કરાયું હતું. કાર્યક્રમની આખરમાં દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી સુશ્રી સીમાબેન શિંગાળાએ આભારવિધિ કરી હતી.

Back to top button
error: Content is protected !!