GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત માખાવડ ખાતે જાગૃતિલક્ષી કાર્યક્રમ યોજાયો

તા.૨૯/૧૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: મહિલા અને બાળ વિકાસ કચેરી, રાજકોટ દ્વારા હાલ સમગ્ર રાજકોટ જિલ્લામાં મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેમાં લોધિકા તાલુકાના માખાવડ ગામ ખાતે તા. ૨૭ નવેમ્બરના રોજ ઘરેલુ હિંસા, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપ પુનઃ લગ્ન યોજના અને મહિલા સ્વાવલંબન યોજના અંગે વિસ્તૃત માહિતી સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાગૃતિલક્ષી કાર્યક્રમમાં મહિલાઓને યોજનાઓનો લાભ કેવી રીતે મળી શકે તે અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ સાથે જ મહિલાઓને સ્વરોજગારી માટે જરૂરી ફોર્મ અને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દ્વારા મહિલાઓને ઘરેલુ હિંસા વિશે જાગૃત કરી, મહિલાઓને સ્વરોજગારી અપનાવવા માટે પ્રોત્સાહિત કરી, મહિલાઓનું સશક્તિકરણ કરવા જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં ગામની મહિલાઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.

Back to top button
error: Content is protected !!