GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લામાં મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર

તા.૨૫/૧૦/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

– ૨૯મી ઓક્ટોબરે સંકલિત મતદાર યાદીના મુસદ્દાની પ્રસિદ્ધિ થશે

– ૨૯ ઓક્ટોબરથી ૨૮ નવેમ્બર સુધી હક્કદાવા-વાંધા અરજી રજૂ કરી શકાશે

Rajkot: ભારતના ચૂંટણીપંચે તા.૧ જાન્યુઆરી ૨૦૨૫ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કર્યો છે.

રાજકોટના અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયા પ્રમાણે, સંકલિત મતદાર યાદીના મુસદ્દાની પ્રસિદ્ધિ તા.૨૯મી ઓક્ટોબરે થશે. એ પછી હક્ક-દાવા વાંધા અરજીઓ તા. ૨૯ ઓક્ટો.થી ૨૮મી નવેમ્બર દરમિયાન રજૂ કરી શકાશે. એ પછી ખાસ ઝુંબેશ તા. ૧૭ નવેમ્બર ને રવિવાર, ૨૩ નવેમ્બર ને શનિવાર તથા ૨૪ નવેમ્બર ને રવિવારે યોજાશે. ત્યારબાદ ૨૪મી ડિસેમ્બર ને મંગળવાર સુધીમાં હક્ક-દાવા વાંધા અરજીઓનો નિકાલ કરાશે.

૧ જાન્યુઆરી ૨૦૨૫ સુધીમાં મતદાર યાદીના હેલ્થ પેરામીટરની ચકાસણી અને આખરી પ્રસિદ્ધિ માટે ચૂંટણી પંચની પરવાનગી મેળવાશે. તા. ૬ જાન્યુઆરી ૨૦૨૫ ને સોમવારે મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ થશે.

Back to top button
error: Content is protected !!