GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ પૂર્વ વિધાનસભા વિસ્તારમા બી.એલ.ઓ દ્વારા આમંત્રણ પત્રિકા વિતરિત કરાઈ

તા.૧૭/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

ગોંડલ ખાતે ઉદ્યોગકારો સાથે બેઠક, શ્રમયોગીઓને મતદાન કરવા પ્રેરિત કરવા કાર્યક્રમ યોજાયો

Rajkot: આગામી લોકશાહીના પર્વ એવા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં રાજકોટ જિલ્લાના મતદારો મતદાનની પવિત્ર ફરજ બજાવે અને અન્યોને પણ મતદાન કરવા પ્રેરણા આપે તે માટે સ્વીપ દ્વારા વિવિધ કાર્યક્રમો તેમજ જનતા જનાર્દન સાથે બેઠકો યોજીને મતદાન અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે ત્યારે તા.૧૩.૦૪.૨૦૨૪ ના રોજ ૬૮ રાજકોટ પુર્વ વી. મ.વી માં જિલ્લા પુરવઠા અધિકારી, તથા મામલદારશ્રી રાજકોટ પુર્વના માર્ગદર્શન અંતર્ગત પુરુષ અને સ્ત્રીના મતદાનમાં ૧૦% કરતા વધુ તફાવત રહેલ છે તે પૈકી ભાગ નં ૮૬ માં રણછોડ નગર ૧/૭ તથા ભાગ નં ૯૦વિસ્તારમાં ઝોનલ ઓફીસરશ્રી તથા બુથ લેવલ ઓફિસર શ્રી દ્વારા આમંત્રણ પત્રિકાનું વિતરણ કરી “મતદાર જાગૃતિ” કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં તમામને મતદાર જાગૃતિ વિશેની સમજૂતી આપી તથા ચૂંટણીમાં અચૂક મતદાન કરવા તથા કરાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

તદુપરાંત ૭૩-ગોંડલ, મામલતદાર ગોંડલ (શહેર) શ્રી ભટ્ટ દ્વારા ગોંડલના ઉદ્યોગકારો સાથે બેઠક યોજી, ઉદ્યોગકારોને પોતાની કંપનીમાં મતદાન બાબતે સમજૂત કરવા તથા આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ કંપનીના શ્રમયોગીઓ મતદાન કરવા માટે બુથ સુધી જાય તે માટે પ્રેરિત કરવા જણાવ્યું હતું આ અન્વયે ૭૩-ગોંડલ વિધાનસભા વિસ્તારમાં આવેલ બેનાણી સ્ટીલ કંપનીમાં “મતદાર જાગૃતિ” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેના થકી મતદારોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમ અધિક કલેકટર તથા નોડલ ઓફિસર શ્રી સ્વીપ શ્રી જિજ્ઞાસાબેન ગઢવીની યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!