Rajkot: રાજકોટ જિલ્લાના હોટલ-ગેસ્ટ હાઉસના માલિકોને મુસાફરોની વિગતો પથિક સોફ્ટવેરમાં ઓનલાઇન કરવી ફરજિયાત
તા.૧૬/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં બહારના જિલ્લા, રાજ્યો અને વિદેશમાંથી મોટા પ્રમાણમાં મુસાફરો આવે છે ત્યારે સ્થાનિક હોટલ,ધર્મશાળા તથા અન્ય સ્થળોએ ભાડે રૂમ રાખી રહેતા હોય છે. આ મુસાફરો દેશવિરોધી પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોવાની શક્યતાઓ રહેતી હોવાથી તેના પર વોચ રાખવા અને ચકાસણી કરવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એ.કે.ગૌતમ દ્વારા હોટલ, ધર્મશાળા,સમાજવાડી, મુસાફરખાના, ક્લબ હાઉસ, ગેસ્ટ હાઉસ, રિસોર્ટ, ધર્મસ્થળ, ધાબા તથા અન્ય સ્થળોના માલિકોએ ગ્રાહકની રજીસ્ટર એન્ટ્રી કરવા માટે પોતાના રિસેપ્શન કાઉન્ટર ઉપર ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથે કોમ્પ્યુટર રાખવા અને તેમાં ગુજરાત પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ “PATHIK” (PROGRAME FOR ANALYSIS OF TRAVELLER AND HOTEL INFORMATICS) સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી, મેન્યુઅલ રજીસ્ટરમાં થતી તમામ એન્ટ્રીઓ તેમાં ઓનલાઇન કરવા હુકમ કરેલ છે. આ હુકમ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો પર તા.૩૧/૦૫/૨૦૨૫ સુધી લાગુ રહેશે, તેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.