GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: “પોષણ અભિયાન – ૨૦૨૫”આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા કિશોરીઓને ન્યુટ્રીશન અંગે સમજ અપાઈ
તા.૨૧/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજ્યભરમાં પોષણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે રાજકોટ કોર્પોરેશન બાળવિકાસ યોજના અધિકારીશ્રી પૂજાબેન જોષીના અધ્યક્ષસ્થાને પૂર્ણા સખી અને સહસખી મોડ્યુલ તાલીમ યોજાઈ હતી.
આ તાલીમમાં ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓના એચ.બી. ટેસ્ટ અને ટી.એચ.આર. પુર્ણાશક્તિમાંથી બનતી વિવિધ વાનગીઓનું નિદર્શન ગોઠવાયું હતુ. પૂર્ણા કન્સલ્ટન્ટ જયશ્રીબેન ભાયાણી દ્વારા કિશોરીઓને તાલીમ આપી સ્વસ્થ જીવન શૈલી અંતર્ગત ખાનપાન, એનીમિયાની સમજ, સર્વાઇકલ કેન્સર, વિવિધ પ્રકારના ન્યુટ્રીશન અને ભવિષ્યની સુપોષિત & સશક્ત માતા વિશે સમજ આપવામાં આવી હતી.
આ તાલીમમાં મુખ્ય સેવિકા ઝરણાબેન વ્યાસ, ભાવિનભાઇ પાટડિયા, માનસીબેન કરગથરા, વિપુલભાઇ, ફેમિલી હેલ્થ એસોસિએશનના મહેશભાઇ, જયરાજસિંહ જાડેજા અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.