GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી” અભિયાન અન્વયે કાર્યક્રમ યોજાયો

તા.૨૯/૧૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

કોલેજની ૧૦૦થી વધુ વિદ્યાર્થિનીઓને હિંસા વિરુધ્ધ કાયદાઓ અંગે કરાયા જાગૃત

Rajkot: “મહિલાઓ વિરુધ્ધ થતી હિંસા નાબૂદી” દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યની મહિલાઓને હિંસા વિરુધ્ધ જુદા જુદા કાયદાઓ અને યોજનાકીય માહિતી મળે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે રાજકોટના મહિલા અને બાળ વિકાસ વિભાગની ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનની ટીમે પડધરી તાલુકાની શ્રીમતી એમ.જે. માલાણી કોલેજની વિદ્યાર્થિનીઓને મહિલાલક્ષી તમામ યોજનાની માહિતી આપી હતી.

આ કાર્યક્રમ અન્વયે ટીમે વિદ્યાર્થીનીઓને ઘરેલુ હિંસા અધિનિયમ, બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ, અનૈતિક દેહ વ્યાપાર, કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ, ‘શી’ ટીમની કામગીરી, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન, ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઇન સહિતની યોજનાઓ અને કાયદાઓ અંગે સંપૂર્ણ માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં કોલેજના પ્રોફેસરશ્રીઓ, અન્ય સ્ટાફ અને ૧૦૦થી વધુ વિદ્યાર્થિનીઓ ભાગ લીધો હતો.

Back to top button
error: Content is protected !!