GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ શહેરમાં પરવાનગી વગર ચાર કરતા વધુ લોકોના ભેગા થવા તેમજ સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ

તા.૧/૭/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ શહેરમાં આગામી દિવસોમાં યોજાનારા ધાર્મિક શોભાયાત્રાઓ અને તહેવારો તેમજ રેલીઓ/ધરણાઓના કાર્યક્રમો તેમજ આતંકવાદી પ્રવૃતિઓને ધ્યાને લઈને સુલેહ શાંતિનો ભંગ ન થાય, જાહેર સલામતી તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે, તે માટે પરવાનગી વગર જાહેર જગ્યા ખાતે ચાર કરતા વધારે માણસોના ભેગા થવા ઉપર, સભા બોલાવવા કે ભરવા ઉપર અને સરઘસ કાઢવા ઉપર રાજકોટ શહેરના પોલીસ કમિશ્નરશ્રી બ્રજેશ કુમાર ઝાએ પ્રતિબંધ જાહેર કર્યો છે.

આ હુકમ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર વિસ્તારમાં તા. ૩૧/૦૮/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ આદેશ સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેવી વ્યકિતઓ તથા હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધસરકારી એજન્સીઓ કે જેઓ કાયદેસરની ફરજ પર હોય તેઓને તથા સ્મશાન યાત્રા અને લગ્નનાં વરઘોડાને લાગુ પડશે નહીં. હુકમનો ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર છે.

Back to top button
error: Content is protected !!