GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ શહેરમાં વિવિધ વોર્ડ વિસ્તારના રોડ-રસ્તા રીપેરીંગ કામગીરી શરૂ

તા.૨૧/૯/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: તાજેતરમાં અતિ ભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓમાં ગાબડાં પડી જતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તેનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સાથોસાથ વિવિધ વોર્ડ વિસ્તારમાં મળેલી ફરિયાદોને આધારે વરસાદ અટકી જતા સત્વરે રોડ-રસ્તા રીપેરીંગ કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.

રાજકોટના વોર્ડ નં ૧૫માં ૮૦ ફૂટ રોડ પર હાલ મેટલીંગની કામગીરી કરવામાં આવી રહી છે. મેટલીંગ ઉપરાંત મશીન દ્વારા રોડ પર કોન્ક્રીટ કામગીરી પણ કરવામાં આવી રહી છે. વોર્ડ નં ૬માં દૂધસાગર રોડ પર ખાડાઓમાં મેટલીંગ તેમજ પેવર બ્લોક સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જરૂરી જગ્યાએ સિમેન્ટ વર્ક દ્વારા કુંડી આસપાસ રોડ રીપેરીંગ કામગીરી કરવમાં આવી રહી છે.

મુખ્યમંત્રીશ્રી દ્વારા ક્ષતિગ્રસ્ત થયેલાં રોડ- રસ્તાની મરામત સત્વરે શરૂ કરી દેવાની સૂચના આપ્યા બાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં હાલ જોરશોરથી રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!