GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લામા સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે કરાયેલા બાંધકામો દૂર કરાવતું રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર

તા.૨૬/૧૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અંદાજિત રૂ ૭ કરોડથી વધુની કિંમતની ૧૫૦૦ ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખાલી કરાવાઈ

Rajkot: રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરાયેલા કોમર્શિયલ બાંધકામોનું ડિમોલેશન કરીને જગ્યાઓ દબાણમુક્ત કરવામાં આવી રહી છે.

રાજકોટ શહેરના પૂર્વ વિસ્તારના રેવન્યુ સર્વે નંબર ૬૦૯ પૈકી ટી.પી.સ્કીમ નંબર ૨૩ના એફ.પી. નંબર ૩૪/૨ પર આવેલ અંદાજિત બજાર કિંમત રૂ. ૭.૫ કરોડની ૧૫૦૦ ચો.મી. થી વધુ જગ્યામાં ખેતલાઆપા ટી સ્ટોલ, ખેતલાઆપા પાન સેન્ટરનુ પાકી દુકાન અને ચા માટે પાકું બાંધકામ તેમજ બાલાજી સીઝન સ્ટોર નામે ચાલતો ટેમ્પરરી સ્ટ્રક્ચરનુ દબાણ દૂર કરવામાં આવ્યું છે.

આ જમીન બાબતે તલાટીશ્રી ધારાબેન વ્યાસ અને સર્કલ ઓફિસરશ્રી સત્યમ શેરસીયા દ્વારા તા ૧૬ નવેમ્બરના રોજ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની નોટિસ આપવામાં આવી હતી. દબાણકર્તાઓ દ્વારા બાંધકામ દૂર ન કરાતા આજરોજ મામલતદારશ્રી એસ.જે. ચાવડાની ટીમ દ્વારા પ્રધ્યુમનનગર પી.એસ.આઇ. જાનકીબા જાડેજાની હાજરીમાં દબાણ દૂર કરવામાં આવ્યું હતું. તેમ કલેક્ટર શ્રી, રાજકોટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

આ તકે મામલતદાર શ્રી એસ.જે.ચાવડાએ કહ્યું, આ જગ્યાના દબાણકર્તાઓને અગાઉ પણ નોટીસ પાઠવવામાં આવી હતી. અનઅધિકૃત કબ્જો ખાલી કરવા ૭ દિવસનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ તેઓએ ધ્યાને ન લેતા ગેરકાયદે થયેલા બાંધકામોને ખાલી કરવા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. ખાલી કરાયેલી જમીન પર ફરીવાર દબાણ ના થાય તે માટે આ જમીનના ફરતે ફેન્સિંગ કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!