GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લા નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટરની બેઠક યોજાઈ

તા.૯/૧૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

શાળા કોલેજના ૧૦૦ મીટર વિસ્તારમાં તંબાકુ વેચાણ પ્રતિબંધાત્મક ધારાનો અમલ, નશીલા સિરપના વેચાણ પર કાર્યવાહી કરવા સૂચના

Rajkot: રાજકોટ જિલ્લા કક્ષાની નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટરની બેઠક પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોર, નિવાસી અધિક કલેકટર શ્રી ચેતન ગાંધી તેમજ ડી.સી.પી. શ્રી પૂજા યાદવની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી.

બેઠકમાં પોલીસ અધિક્ષકશ્રી દ્વારા નશીલા પદાર્થોના સેવન અને તેના વેચાણ પર સખ્ત હાથે કામગીરી કરવા, શાળા કોલેજના ૧૦૦ મીટર વિસ્તારમાં તંબાકુ વેચાણ પ્રતિબંધાત્મક ધારાનો અમલ કરવા, ગ્રામ્ય વિસ્તારમાં ગાંજાનું વાવેતર ના થાય તે માટે ખેતીવાડી તેમજ ફોરેસ્ટ વિભાગને સમયાંતરે ચેકિંગ હાથ ધરવા અધિકારીશ્રીઓને સુચના આપી હતી. નિવાસી અધિક કલેકટર શ્રી ચેતન ગાંધીએ વિદ્યાર્થીઓ નશીલા પદાર્થના સેવનથી દૂર રહે તે માટે શાળા કોલેજમાં નશાકારક પદાર્થ, ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ કાર્યક્રમો હાથ ધરવા વિભાગને સૂચના આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર ડ્રગ્સના દુષણને સખત હાથે ડામી દેવા કાર્યરત છે ત્યારે રાજકોટ શહેર તેમજ જિલ્લામાં ડ્રગ્સ વિરોધી પ્રવૃત્તિ કરતા લોકો વિરુદ્ધ પોલીસ વિભાગ દ્વારા કડકાઈ થી કામગીરી કરવા એસ.ઓ.જી.વિભાગ કામગlરી કરી રહ્યો છે.

આ તકે પ્રાંત અધિકારી સર્વે શ્રી ચાંદની પરમાર, શ્રી ગ્રીષ્મા રાઠવા, શ્રી રાહુલ ગમારા, શ્રી વિમલ ચક્રવર્તી, ,આર.ટી.ઓ. શ્રી કેતન ખપેડ, શ્રી જે.વી.શાહ, એસ.ઓ.જી.ના પોલીસ અધિકારીશ્રીઓ, સમાજ સુરક્ષા વીભાગ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, ફોરેન્સિક વિભાગ, તબીબી વિભાગ, મનોચિકિત્સક વિભાગ, રિહેબિલિટેશન વિભાગ, કૃષિ, વન વિભાગ, તોલમાપ. સાઇન્ટિફિક વિભાગ સહિત કમિટીના અધિકારીશ્રીઓ જોડાયા હતાં.

Back to top button
error: Content is protected !!