GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ ખાતે રાષ્ટ્રીય શહીદ દિવસ નિમિત્તે બે મિનિટનું મૌન પળાયું
તા.૩૦/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અધિકારીઓ-કર્મચારીઓએ દેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદ વીરોને સ્મરણાંજલિ અર્પણ કરી
Rajkot: ભારતમાં દર વર્ષે તા. ૩૦મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે અંગ્રેજી શાસન સામે સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપનારા શહીદ વીરોની સ્મૃતિમાં રાષ્ટ્રીય શહીદ દિવસ ઉજવવામાં આવે છે.
જે અન્વયે પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ ખાતે સંયુક્ત માહિતી નિયામકશ્રી મિતેષભાઈ મોડાસીયાની અધ્યક્ષતામાં સવારે ૧૧ કલાકે બે મિનિટનું મૌન પાળીને દેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદ વીરોને સ્મરણાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે સહાયક માહિતી નિયામકો શ્રી રાધિકાબેન વ્યાસ, શ્રી પ્રિયંકાબેન પરમાર અને શ્રી પારૂલબેન આડેસરા સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.