Rajkot: પ્રાદેશિક કચેરી આઈ.સી.ડી.એસ. શાખા રાજકોટ દ્વારા “પોષણ ઉત્સવ – ૨૦૨૪” ની ઉજવણી કરાઇ
તા.૭/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ઝોન કક્ષાના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાને સન્માનિત કરયા
Rajkot: મહિલા અને બાળ વિકાસ વિભાગ, રાજકોટની પ્રાદેશિક કચેરી આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા “પોષણ ઉત્સવ – ૨૦૨૪” ની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ વિભાગીય નાયબ નિયામક, રાજકોટ ઝોનના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યો હતો. “પોષણ ઉત્સવ – ૨૦૨૪” ની ઉજવણીનો હેતુ પોષણનું મૂલ્ય સમજાવવા, મિલેટ્સ, ટેક હોમ રાશન તેમજ સરગવામાંથી બનતી વિવિધ વાનગીઓ વિષે જાગૃતિ ફેલાવવાનો હતો. જેમાં રાજકોટ ઝોનના કુલ ૧૨ જિલ્લા તેમજ કોર્પોરેશનમાંથી જિલ્લા કક્ષાના પ્રથમ ત્રણ વિજેતા મિલેટ તેમજ ટેક હોમ રાશન(THR) માંથી વિવિધ વાનગીનું પ્રદર્શન કર્યું હતું. ઝોન કક્ષાના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત કાર્યક્રમમાં વિવિધ નિષ્ણાતો દ્વારા મિલેટ્સ તેમજ ટેક હોમ રાશનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. શ્રેષ્ઠ કામગીરી કરતી આંગણવાડીના કાર્યકર તેમજ વાલીઓના અનુભવો બધા સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા.