GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લામાં શાળાઓને “ટોબેકો ફ્રી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ”(TOFEI) કરવા સેટકોમનું આયોજન કરવામાં આવ્યું

તા.૩૦/૧૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ભારતમાં તમાકુના કારણે ૧૩.૫ લાખ લોકો દર વર્ષે મૃત્યુ પામે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) પ્રમાણે વિશ્વમાં દરરોજ ૮૦,૦૦૦થી ૧,૦૦,૦૦૦ બાળકો ધુમ્રપાન કરતાં શીખે છે, એમાં ૫૦% બાળકો એશિયાના હોય છે. ધુમ્રપાન શરૂ કરવાના કારણોમાં યુવાનોમાં સ્ટ્રેસ, નકારાત્મક રોલ મોડલ અને તમાકુ કંપનીઓની આડકતરી જાહેરાતો મુખ્ય કારણો છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ભારત સરકાર દ્વારા ટોબેકો ફ્રી યૂથ કેમ્પેઇન ૨.૦ અંતર્ગત ગુજરાત રાજ્યની તમામ શાળાઓને “ટોબેકો ફ્રી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ”(TOFEI) કરવા સેટકોમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના આરોગ્ય વિભાગના નાયબ નિયામકશ્રી (એપેડેમીક) ડૉ.જે.એમ.કતીરા, મેડીકલ ઓફિસરશ્રી (NTCP) ડૉ. વિજય પટેલ અને ફેઇથ ફાઉન્ડેશનના પ્રોજેકટ ડાયરેકટરશ્રી સુઝન સેમસન હાજર રહ્યા હતા અને મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર, ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ “ટોબેકો ફ્રી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ” (TOFEI)ની માર્ગદર્શિકા પ્રમાણે શાળાને તમાકુમુક્ત કરવા વિષે માહિતી આપવામાં આવી અને રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આ માર્ગદર્શિકા મુજબ ચાલુ શૈક્ષણિક સત્ર દરમ્યાન કામગીરી કરવા જણાવેલ હતું.

ગ્લોબલ યૂથ ટોબેકો સર્વે (GYTS) ૨૦૧૯ ગુજરાતની ફૅક્ટશીટ પ્રમાણે ૫.૪ % વિધાર્થીઓ તમાકુ અને તમાકુની બનાવટના ઉત્પાદનનો ઉપયોગ કરે છે એમા પણ ૬.૩ % છોકરાઓ અને ૪.૨ % છોકરીઓનું પ્રમાણ જોવા મળે છે. તમાકુ છોડવાની વાત કરવામાં આવે તો (GYTS) ૨૦૧૯ ગુજરાતની ફૅક્ટશીટ પ્રમાણે પાછલા ૧૨ મહિનામાં ૬૩.૦ % વિદ્યાર્થીઓએ ધૂમ્રપાન છોડવાનો પ્રયત્ન કર્યો છે.

Back to top button
error: Content is protected !!