GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટ ડિસ્ટ્રીકટ ખો-ખો કોચની ખો-ખો વર્લ્ડકપમાં ઇન્ટરનેશનલ ટેકનિકલ ઓફિસર તરીકે પસંદગી
તા.૧૮/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: જિલ્લા સ્પોર્ટસ સ્કુલ, જી.કે.ધોળકીયા સ્કુલમાં ફરજ બજાવતા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના ડિસ્ટ્રીકટ કોચશ્રી સુદિર ગ્રહસ્કરની દિલ્હી ખાતે યોજાનારી પ્રથમ ખો-ખો વર્લ્ડકપ-૨૦૨૫ માં ઈન્ટરનેશનલ ટેકનિકલ ઓફિસર તરીકે પસંદગી થયેલ છે. આ તકે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, રાજકોટ દ્વારા રાજકોટના કોચને વર્લ્ડ કપમાં સેવાની તક મળવા બદલ શુભકામનાઓ પાઠવવામા આવી છે.