JETPURRAJKOT

રાજકોટ ઔદ્યોગિક સંગઠનો અને રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે રોજગાર ભરતી મેળો યોજાયો

તા.૨૩ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

૪૪ જેટલાં અગ્રણી એકમો અને ૪૫૦ થી વધારે ઉમેદવારો જોડાયા

શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના ચેરમેન અને ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળાનાં માર્ગદર્શન હેઠળ શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન, હડમતાળા ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન અને મદદનીશ નિયામકશ્રી રોજગાર કચેરી, રાજકોટનાં સંયુક્ત ઉપક્રમે રાજકોટ જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો હતો.

શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોશીએશનના નવ-નિર્મિત આધુનિક ઓડીટોરીયમ ખાતે આયોજિત જોબ ફેરમાં ૪૫૦ થી વધારે ઉમેદવારો અને ૪૪ જેટલાં અગ્રણી એકમો વચ્ચે સીધા જ ઈન્ટરવ્યુ અને પસંદગીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત પ્રમાણે ધો. ૮ થી પોસ્ટ ગ્રેજયુએટ સુધીની લાયકાત ધરાવતાં ઉમેદવારો આ તકે ઉપસ્થિત રહ્યા હતાં.

કાર્યક્રમનો પ્રારંભ શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોશીએશનના પ્રમુખશ્રી કિશોરભાઈ ટીલાળા, ઉપપ્રમુખ શ્રી અમૃતભાઈ ગઢીયા, શ્રી રતિભાઈ સાદરીયા, સેક્રેટરીશ્રી વિનુભાઇ ધડુક, અશોકભાઈ ટીલવા, હડમતાળા એસોશીએશનનાં પ્રમુખશ્રી રમેશભાઈ પાંભર,ચેરમેનશ્રી પ્રવીણભાઈ જસાણી તથા રોજગાર કચેરીના મદદનીશ નિયામક ચેતન દવેના વરદ હસ્તે દિપપ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો. ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના આગેવાનોએ નોકરીદાતાઓના સ્ટોલની મુલાકાત લઇ યુવાન દીકરા-દીકરીઓને રોજગાર આપવા પ્રોત્સાહિત કર્યા હતાં.

આ તકે આયોજક મદદનીશ નિયામક રોજગાર કચેરીના શ્રી ચેતન દવે, એસોસીએશનનાં પ્રમુખ તથા ઉપપ્રમુખ વગેરેએ ઉપસ્થિત ઉમેદવારોને વ્યવસાયલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!