JASDALRAJKOTRAJKOT CITY / TALUKO
Jasdan: જસદણ નગરપાલિકા દ્વારા યોગ દિવસની ઉજવણી કરાઈ
તા.૨૧/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jasdan: ભારતીય સંસ્કૃતિએ વિશ્વના લોકોને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે આપેલી અમૂલ્ય સોગાદ એટલે યોગ. સમગ્ર વિશ્વમાં ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે રાજકોટની જસદણ નગરપાલિકા દ્વારા તાલુકા રમત સંકુલ ખાતે યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો.
આ અવસરે જસદણના નાગરીકો અને શાળાના વિદ્યાર્થીઓએ વિશાખાપટ્ટનમ ખાતેથી થતાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના યોગ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. ત્યારબાદ, ઉપસ્થિતોએ સામુહિક યોગ અભ્યાસ કર્યો હતો. આમ, જસદણના નાગરિકોએ યોગ માટે જાગૃત બનીને પોતાના શરીર અને મનને સ્વસ્થ રાખવા આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.