GUJARATJETPURRAJKOT

Rajkot: મોટર સાયકલ પ્રકારના GJ03NL અને મોટરકાર પ્રકારના GJ 03 NK સીરીઝના ગોલ્ડન, સિલ્વર નંબરો માટે ઓકશન યોજાશે

તા.૫/૩/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: મોટર સાયકલ પ્રકારના GJ03NL અને મોટરકાર પ્રકારના GJ 03 NK સીરીઝના ગોલ્ડન-સિલ્વર નંબરો તથા અગાઉની સીરિઝના બાકી રહેતા ગોલ્ડન, સિલ્વર નંબરો માટે ૦૮/૦૩/૨૦૨૪થી ઓક્શન શરૂ કરવામાં આવશે, જેમાં ભાગ લેવા ઇચ્છતા વાહન માલિકોએ parivahan.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

મોટર સાયકલ પ્રકારના GJ03NL સીરીઝના ગોલ્ડન, સિલ્વર નંબરો મેળવવા માટે તા.૦૮/૦૩/૨૦૨૪ સાંજે ૪ થી તા.૧૪/૦૩/૨૦૨૪ સાંજે ૪ વાગ્યા સુધી ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે. તા.૧૪/૦૩/૨૦૨૪ સાંજે ૪ થી તા.૧૬/૦૩/૨૦૨૪ના સાંજે ૪ વાગ્યા સુધી ઓનલાઇન બિડિંગમાં ભાગ લેવાનો રહેશે. બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયે તા.૧૬/૦૩/૨૦૨૪ના સાંજે ૪:૧૫ વાગ્યે પરિણામ ઓનલાઇન જાહેર થશે.

મોટરકાર પ્રકારના GJ 03 NK સીરીઝના ગોલ્ડન, સિલ્વર નંબરો મેળવવા માટે તા.૦૮/૦૩/૨૦૨૪ સાંજે ૪ થી તા.૧૨/૦૩/૨૦૨૪ સાંજે ૪ વાગ્યા સુધી ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે. તા.૧૨/૦૩/૨૦૨૪ સાંજે ૪ થી તા.૧૪/૦૩/૨૦૨૪ના સાંજે ૪ વાગ્યા સુધી ઓનલાઇન બિડિંગમાં ભાગ લેવાનો રહેશે. બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયે તા.૧૪/૦૩/૨૦૨૪ના સાંજે ૪:૧૫ વાગ્યે પરિણામ ઓનલાઇન જાહેર થશે.

ઓનલાઇન ઑક્શનમાં ભાગ લેનાર અરજદારે parivahan.gov.in પર ઓનલાઇન સર્વિસ, fancy number booking પર જઈ, યુઝર આઇડી, પાસવર્ડ તૈયાર કરવાના રહેશે. હરાજીની પ્રક્રિયામાં ભાગ લઇ ચુકવણું કરવાનું રહશે અને વાહન નંબર મેળવી હરાજીની પ્રક્રિયા પુર્ણ થયાના પ (પાંચ) દિવસમાં નાણાં જમા કરાવવાના રહેશે. આર. ટી . ઓ. કચેરી ખાતેથી અપ્રુવલ લઈ નંબર મેળવવો. ઓકશનમાં ભાગ લેવા માટે વાહન વેચાણ તારીખથી સાત દિવસ સુધીમાં CNA ફોર્મ ઓનલાઇન ભરેલ હોવું જરૂરી છે, તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!