રાજકોટ જિલ્લામ પ્રોગ્રામ ઓફિસર નિવૃત હારે આવુ વર્તન કરતા હશે તો ચાલુ ફરજ વારા કેવુ કરતા હશે?
રાજકોટ જિલ્લા ના આઇ. સી. ડી.એસ વિભાગ ના જસદણ તાલુકાના નિવૃત બાળ વિકાસ યોજના અધિકારી વર્ષ ૨૦૧૮ મા નિવૃત થયા હતા ત્યારે પોતાના રોકાયેલા બીલો માટે સતત રજૂઆતો કરતા હતા પણ તંત્ર જાણે આખે પાટા બાંધી ને બેઠા હોય તેમ ક્યારેય રજૂઆતો ને ધ્યાને લેવામા આવી નહીં.
નિવૃત્ત બાળ વિકાસ યોજના અધિકારી એ પોતાના વતન જસદણ ના કેબિનેટ મંત્રી ને ધારદાર લેખિત ફરિયાદ કરી હતી તેના સંદર્ભ મા કેબિનેટ મંત્રી એ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી ને તપાસ કરી ને નિયમોનુસાર કાર્યવાહી માટે આદેશ કરેલ છે.
નિવૃત્ત બાળ વિકાસ યોજના અધિકારી નો સંપર્ક કરતા જાણવા મળ્યું છે કે હમણા થોડા દિવસ પહેલા રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર જસદણ આઇ. સી. ડી.એસ. કચેરી ખાતે આવેલ હતા ત્યારે રૂબરૂ મુલાકાત કરવા ગયા તો પ્રોગ્રામ ઓફિસર એ નિવૃત્ત બાળ વિકાસ યોજના અધિકારી ને અહંકારી ભાષા મા અપમાન કર્યું એન જણાવ્યું કે તમારે મને મળવા આવવું નહીં.
આ જોતા એવું લાગે છે કે નિવૃત્ત થયા બાદ પણ જો ત્રણ વર્ષ સુધી બીલો ની રકમ મંજૂર કરવામા આવી નથી તો ચાલુ ફરજ વારા કેવી સ્થિતિ હશે?
અંત મા નિવૃત સી. ડી. પી. ઓ. જણાવ્યુ હતું કે અમારી આ ફરિયાદ થી કેબિનેટ મંત્રી એ તપાસ આદેશ આપવા મા આવ્યા છે અને જો યોગ્ય કાર્યવાહી કરવામા નહીં આવે તો અમો ફરી કેબિનેટ મંત્રી ને રૂબરૂ મળી ફરિયાદ કરશુ.
અંગત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે આ રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર પોતાની અહંકારી ભાષા થી ગમે તેનુ અપમાન કરે છે તો પ્રોગ્રામ ઓફિસર એ ના ભૂલવુ જોઈએ કે તે પ્રજા પરસેવા ના ફંડ માથી પગાર મેળવે છે.
લોકો ના મનમા પ્રશ્ન એ ઉઠે છે કે આ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર નિવૃત અધિકારી નુ અપમાન કરી શકે છે પણ તેની જ કચરી તેમના તાબા હેઠળ શૈક્ષણિક લાયકાત વિના અને અનુભવ ખોટું પ્રમાણ પત્ર બનાવનાર સામે કાર્યવાહી કેમ કરવામા આવતી નથી.