હાલોલ:સ્વામી નારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે રામનવમી તેમજ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો પ્રાગટયોટસ્વની ઉજવણી કરાઈ હતી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૭.૪.૨૦૨૫
હાલોલ નગરના ગોધરા બાયપાસ રોડ પર આવેલ સ્વામી નારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે રવિવારના રોજ રામનવમી પર્વની ઉજવણી ધાર્મિક વાતાવરણમા કરવામાં આવી હતી.સાથે સાથે ભગવાન શ્રી સ્વામી નારાયણનો પ્રાગત્યોટસ્વ અને મંદિરની સ્થાપના દિનનાં 12 મુ વર્ષ હોવાથી ત્રિવેણી ઉત્સવ ભારે ઉત્સાહ અને ધાર્મિક વાતાવરણ સાથે ઉજવાયો હતો જેમાં મંદિર પરિસર ખાતે સવારે 9:00 કલાકે મહાપૂજા અને ભગવાન શ્રી રામ ચંદ્રજીના પ્રાગોટસ્વ નિમિતે 12 વાગે મહા આરતી કરવામાં આવી હતી.જ્યારે સાંજે ભગવાન શ્રી સ્વામી નારાયણ નાં પ્રાગટયોતસ્વ નિમિતે સાંજે ફરાળ પ્રસાદ અને ત્યાર બાદ સત્સંગ સભા યોજવામાં આવી હતી.આ પ્રસંગે શ્રી સ્વામી નારાયણ નિષ્ઠા વિધા મંદિર નાં સંત સાધુ કેશવ સ્વરૂપ દાસ મહારાજ અને સાધુ સંત પ્રસાદ દાસ મહારાજ ઉપસ્થિતિમાં આ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં હાલોલ સહિત આજુબાજુના ગામોમાંથી હરી ભક્તો ઉમટ્યા હતા અને ત્રિવેણી ઉત્સવ નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.