GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર જોરાવરનગર નગરપાલિકા હોલ ખાતે મહિલા કર્મયોગી દિન અન્વયે સેમિનાર યોજાયો.

કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંગે માર્ગદર્શન અપાયું

તા.07/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંગે માર્ગદર્શન અપાયું

સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા ‘નારી વંદન ઉત્સવ સપ્તાહ અન્વયે મહિલા કર્મયોગી દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩” અંગે માર્ગદર્શન હેતુ જોરાવરનગરના નગરપાલિકા હોલ ખાતે
સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં દહેજ પ્રતિબંધક અધિકારી ભરતભાઈ ડાભી દ્વારા કાર્યક્રમની પ્રાસંગિક રૂપરેખા વિશે માહિતી આપવામાં આવી હતી લો-કોલેજના પ્રોફેસર ડો.પરેશકુમાર ડોબરિયા દ્વારા કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ ના કાયદાની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, સુરેન્દ્રનગરનાં કાઉન્સેલર ઇલાબેન દ્વારા પી.બી.એસ.સી સેન્ટરની માહિતી આપવામાં આવી હતી સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક ભાનુબેન કુમારખાણિયા દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરની કામગીરી, ૧૮૧ ટીમ દ્વારા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન એપ્લિકેશન અને તેની કામગીરી, DHEW ટીમના જેન્ડર સ્પેશ્યાલિસ્ટ શૈલેષભાઈ જેસડીયા દ્વારા મહિલાલક્ષી યોજનાકીય માહિતી આપવામાં આવી હતી આ તકે જિલ્લા મિશન કોર્ડીનેટર જલ્પાબેન ચાંદશેરા દ્વારા શાબ્દીક સ્વાગત, નાયબ હિસાબનીશ એચ. એચ. વાઘેલા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!