
૧૨ મે, ૨૦૨૫ (સોમવાર) જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓ માટે ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમોમાં વિવિધ જગ્યાઓ પર નોકરીની તકો છે.સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ (યાર્ન ડિવિઝન)– લુણસાપુર, તા.જાફરાબાદ જિ.અમરેલી, સિલ્વર કંઝ્યુમર ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ, (સિલ્વર પંપ) હરિપર, રાજકોટ તથા રિલાયન્સ નિપ્પોન લાઇફ ઇન્સ્યુરન્સ કંપની જૂનાગઢ બ્રાંચ ખાતે ટેન્ડર, પિસર, વાઇન્ડર, WTP ઓપરેટર, ફિટર, ઇલેક્ટ્રિશ્યિન, હેલ્પર, ઓપરેટર કે એડવાઇઝરની જગ્યાઓ માટે જગ્યાને અનુરુપ ધો.૭ થી એસ.એસ.સી., એચ.એસ.સી. આઇ.ટી.આઇ., ડિપ્લોમા કે સ્નાતકની શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે ભરતીમેળાનું આયોજન જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે તા.૧૪/૦૫/૨૦૨૫ને બુધવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે કરવામાં આવ્યું છે.આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગારવાંચ્છુઓએ, શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરુરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત રહેવું.રોજગારવાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભરતીમેળામાં ભાગ લઇ શકે છે.આ અંગેની વધુ વિગતો અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરીના ટેલિફોન નંબર (૦૨૮૫) ૨૬૨૦૧૩૯ પણ સંપર્ક કરવા, જૂનાગઢ જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં અનુરોધ કર્યો છે.




