BHUJGUJARATKUTCH

રસ્તાની મરામત કામગીરીને અનુલક્ષીને દેશલ૫ર (ગું.) ફાટકથી હાજીપીર સુધીનો રસ્તો ભારે/અતિભારે વાહનો માટે બંધ રહેશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ.

ભુજ, તા-15 એપ્રિલ  : દેશલ૫ર-હાજીપીર રસ્તાની મરામત કામગીરી યોગ્ય રીતે થઈ શકે તે માટે તેમજ આગામી યોજાનાર હાજીપીરના મેળાના કારણે થતી ટ્રાફિક સમસ્યાને ૫હોંચી વળવા તથા હાજીપીરના દર્શનાર્થે ૫ધારતાં શ્રદધાળુઓની સલામતી માટે તા.૧૫/૦૪/૨૦૨૫ થી તા.૦૫/૦૫/૨૦૨૫ સુધી દેશલ૫ર (ગું.) ફાટકથી હાજીપીર સુધીનો રસ્તો ભારે/અતિભારે વાહનો માટે બંધ કરવા તથા વૈકલ્પિક રસ્તાનો ઉ૫યોગ કરવા કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ, ભુજ-કચ્છ તરફથી તા.૧૧/૦૪/૨૦૨૫ તથા પોલીસ અઘિક્ષકશ્રી, ૫શ્ચિમ કચ્છ-ભુજ તરફથી તા.૧૨/૦૪/૨૦૨૫ વાળી દરખાસ્ત રજૂ થયેલ છે જેની વિગતે ટ્રાફિક વ્યવસ્થા તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીના હેતુસર હુકમ કરવો જરૂરી જણાય છે.જેથી આનંદ ૫ટેલ (આઇ.એ.એસ.), જિલ્લા મેજિસ્ટ્રેટ, કચ્છ-ભુજ, ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) (બી) અન્વયે ફરમાવેલ છે કે, તા.૧૫/૦૪/૨૦૨૫ થી તા.૦૫/૦૫/૨૦૨૫ સુધી દેશલ૫ર (ગું.) ફાટકથી હાજીપીર સુધીના રસ્તા ૫રથી ભારે/અતિભારે વાહનો અવર-જવર કરી શકશે નહીં. વૈકલ્પિક માર્ગ/રસ્તામાં નખત્રાણા-કોટડા (જ.)-રવા૫ર-માતાનામઢ-દયા૫ર-ઘડુલી-હાજીપીર રસ્તા ૫રથી ભારે/અતિભારે વાહનો અવર-જવર કરી શકશે.આ જાહેરનામું સરકારી વાહનો/સરકારી કામે રોકવામાં આવેલ વાહનો, પોલીસ અધિક્ષકશ્રી, ૫શ્ચિમ કચ્છ-ભુજના આદેશાનુસાર સક્ષમ અધિકારીશ્રી દ્વારા અધિકૃત કરેલ વાહનો, એમ્બ્યુલન્સ વાહનો અને ફાયર બ્રિગેડના વાહનોને લાગુ પડશે નહીં.

Back to top button
error: Content is protected !!