BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ: કસક સર્કલનું 30 લાખના ખર્ચે નવીનીકરણ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરાયું લોકાર્પણ

 

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ શહેરમાં આવેલા કસક વિસ્તારમાં જે.બી. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડ પાનોલી સહયોગથી 30 લાખના ખર્ચે નવા બનેલા સર્કલનું શુક્રવારના રોજ લોકાર્પણ કાર્યક્રમ ધારાસભ્યના હસ્તે યોજાયો હતો. જેમાં સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતાં.

ભરૂચ શહેરના મુખ્ય રસ્તાઓ માં વાહન વ્યવહારને નિયંત્રિત કરવા માટે સર્કલો બનાવવામાં આવ્યા હતા જે જર્જરીત હાલતમાં થઈ જવા પામ્યા હતા. જેમને નવા બનાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી ગત સામાન્ય સભાની બેઠકમાં નગરપાલિકા દ્વારા ભરૂચ શહેરના પાંચ બત્તી સ્ટેશન અને કશક સર્કલ નું નવીનીકરણ બાબતે ઠરાવ પણ કરાયો હતો.જેમાં પ્રથમ પાંચબતી અને કસક સર્કલનું નવીનીકરણ કરવામાં આવશે તે નિર્ણય લેવાયો હતો. જેમાં કશક સર્કલ ને જે બી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડ પાનોલી સહયોગથી ₹30 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જે બી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડ ના પ્રેસિડન્ટ ઓપરેશન ગ્રુપના કુણાલ ખન્ના, પૂર્વ ધારાસભ્ય દાદરા નગર હવેલી ,દમણ અને દીવના પ્રભારી દુષ્યંત પટેલ, બીજેપી જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા,નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ ભરૂચ પાલિકા ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!