
તા.
૦૮.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના વોર્ડ નંબર. ૩ ભીલવાડા તળાવ ફળીયા વિસ્તારના રહિશોએ વિસ્તારમાં થયેલ ગંદકીના કારણે રસ્તા રોકી વિરોધ નોંધાયો
આજરોજ તા.૦૮.૦૧.૨૦૨૫ ના બુધવાર ૧૨.૦૦કલાકએ વાત કરીયેતો દાહોદના ભીલવાડા તળાવ વિસ્તારમાં ખુલ્લી જગ્યા છે.જે ખુલ્લી જગ્યામાં ભીલવાડા વિસ્તારના લોકો પ્રસંગો અને ધાર્મિક કાર્યક્રમની ઉજવણી કરતા હોઈ છે .તેજ જગ્યા પર ગંદકીનો ભરમાર થઈ જતા.કેટલાય વર્ષોથી ત્યાંના લોકોએ પ્રસંગો અને ધાર્મિક કાર્યક્રમ ઉજવવાનું બંધ કરી દીધો છે.જેના કારણે તે વિસ્તારના સ્થાનિક લોકો તે ખુલ્લી જગ્યામાં થયેલ ગંદકીની દુર્ગંધથી લોકો હેરાન પરેશન થઈ રહ્યા છે.જેની ફરિયાદ અવાર નવાર જવાબ દાર દાહોદ નગર પાલીકાના અધિકારીઓ ને કરવા છતા હાલ સુંઘી કોઈ પણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી.ભીલવાડા તળાવ ફળીયામાં હજારો લોકો વસવાટ કરે છે.અને તે વિસ્તારમાં બે થી ત્રણ જેટલાં મંદિરો આવેલાં છે.અને ગંદકીના કારણે મંદીર સુઘી જવા તે ગંદા પાણી માંથી પસાર થઈ જવુ પડે છે.અને ભક્તો મંદીરમાં ન પ્રવેશી મંદીર બહારથીજ ભગવાનના દર્શન કરી વળવું પડતું હોય છે.જેના કારણે લોકોમાં રોષ ભભુકી ઉઠતા રસ્તા રોકી વિરોધ નોંધાવ્યો હતો





