BODELICHHOTA UDAIPURGUJARATJETPUR PAVIKAVANTNASAVADISANKHEDA

નસવાડીના મદની નગર સોસાયટીમાં પેવર બ્લોક બનાવતી ફેક્ટરીનાં ઘોંઘાટ થી રહીશો હેરાન પરેશાન.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને કલેકટરને પત્ર લખી ન્યાયની માંગ કરવામાં આવી.

બોક્સ:-1 મન્સૂરી ખુશ્બૂ બેન જાવેદભાઈ મદની નગર સોસાયટીનાં રહીશના જણાવ્યા મુજબ અમારી સોસાયટીની પાછળ પેવર બ્લોકની ફેક્ટરી ચાલે છે.પેવર બ્લોકની ફેકટરીથી જે ઘોંઘાટ અને પ્રદૂષણ ફેલાય છે.જેથી અમોને માનસિક ત્રાસ અનુભવાય છે.જેથી અને અમારા બાળકોને સારી રીતે ઘરે અભ્યાસ નથી કરાવી શકતા. ફેક્ટરીનાં કારણે માથાનો દુખાવો થાય છે.અમે જ્યારે મૌખિક રજૂઆતો કરવા ગયા હતા ત્યારે અમને ધાક ધમકીઓ આપવામાં આવી હતી કે અધિકારીઓ અમારા ખિસ્સામાં રહે છે.અમે એમને પુરવઠો પૂરો પાડીએ છીએ.તમે અમારું કશું જ બગાડી શકો નહીં.જેથી અમને આ ઘોંઘાટ થી છુટકારો મળે તેવી અમે સોસાયટીના રહીશો માંગ કરીએ છીએ.

બોક્સ:-2 હારુનભાઈ શેખ :- રમજાન મહિનો ચાલે છે ઘરમાં બધા રોજદારોને ફેક્ટરી ના ગોંઘાટ ના કારણે ખુબ તકલીફ પડે છે ઘરની મહિલાઓ આખો દિવસ ઘરમાં હોય હું ધંધા માટે બહાર જાવ ત્યારે ઘરના લોકો ફેક્ટરીના ગોંઘાટ થી આખો દિવસ હેરાન થાય છે અમે ફેક્ટરી ના માલિક ને જાણ કરી પણ આંખ આડા કાન કરે છે અમારી એકજ માંગ છે અમારા રહેણાંક વિસ્તારમાં આ ફેક્ટરી બંધ થવી જોઈએ

આ ફેકટરીનાં કારણે રહીશોને હેરાન પરેશાન થઈ ગયા છે

સોસાયટીમાં ફેકટરીની પરમિશન કોણે આપી.

પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી નગર વિસ્તારમાં મદીના મસ્જિદની પાછળ કુકાવટી રોડ પર આવેલી મદની નગર સોસાયટી જ્યા રહેણાંક વિસ્તારમાં લઘુઉધોગના નામે મન્સૂરી સિમેન્ટ આર્ટિકલ વર્ક નામની સિમેન્ટના પેવરબ્લૉક બનાવતી વિશાળ કદના મશીનરી ધરાવતી ચોતરફ ફેલાયેલી મસમોટી ફેકટરી આવેલી છે.આ ફેકટરી દ્વારા એટલું બધું ઘોંઘાટ કરવામાં આવે છે કે સોસાયટીમાં રહેતા લોકોની માનસિક સ્થિતિ દિવસેને દિવસે કથળતી જાય છે.

ફેકટરીની તિવ્રતા એટલી હોય છે કે સોસાયટીના મકાનોમાં તિરાડો પડવાની સંભાવનાઓ હોય તેમ સોસાયટીના રહીશો જણાવી રહ્યા છે.અને

ફેકટરીના માલિકને સોસાયટીના રહીશોએ કેટલીવાર મૌખિક રજૂઆતો કરવામાં આવી છે.

સોસાયટીના વ્યક્તિઓ દ્વારા ફેકટરી માલિકને કરવામાં આવેલી રજૂઆતો ના અંતે સોસાયટીના રહીશો દ્વારા એક અરજી નસવાડી તાલુકા મામલદાર, તાલુકા વિકાસ અધિકારી, નસવાડી પોલીસ મથકે પી.આઇ., તેમજ નસવાડી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને તારીખ 24/02/2025 ના રોજ આપી હતી.

ફેકટરીના માલિક આ અરજી અંગે જાણ થતાં તેમના ભાઈ દ્વારા સોસાયટીની મહિલાઓને ધમકીના સ્વરમા કહ્યુ હતુ કે કોઇપણ અધિકારી અમારુ કંઈ બગાડી નહી લે.

તમામ અધિકારીઓને અમે ખિસ્સામા રાખીએ છીએ.

અને ધમકી આપતા એમ પણ જણાવ્યું હતુ કે હવે ઘોંઘાટ વધારે કરવામા આવશે તમારે બધાંએ ઘરમાંથી બહાર નહી નિકળવાનુ હવે તમને ખુબ જ હેરાન કરવામા આવશે.

અધિકારીઓ દ્વારા અમારી અરજીના સંદર્ભમાં કોઈ પગલાં લેવામાં ન આવતા ફેકટરીનાં માલિક દ્વારા કહેવામા આવેલા શબ્દો શંકા ઉપજાવે તેવા છે.તેવા આક્ષેપ રહીશોએ કર્યા છે.શુ આ માથાભારે વ્યક્તિની ફેકટરી કોઈ અધિકારી બંધ નહી કરાવી શકશે કે નહીં તેવા હાલ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

રીપોર્ટર અંજુમ ખત્રી તસ્વીર ઉસ્માન ભાઈ ઈંડા વાળા નસવાડી

Back to top button
error: Content is protected !!