વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
Dang:તા.૯–ડાંગ જિલ્લામાં “CGMS (મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ) પરીક્ષા-૨૦૨૫”ની પરીક્ષા તા.૧૨/૦૪/૨૦૨૫ને શનિવારના રોજ સવારના ૧૧:૦૦ કલાકથી ૧૩:૩૦ કલાક દરમિયાન કુલ ૨૦ પરીક્ષા કેન્દ્રો પર યોજાનાર છે. ડાંગ જિલ્લા ખાતે લેવામાં આવનાર ઉમેદવારની સંખ્યાને ધ્યાને લઈ પરીક્ષા પારદર્શક અને સુચારુ રીતે લેવાય તે માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા પર્યાપ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. આ વ્યવસ્થાના ભાગરૂપે પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારો પરીક્ષા નિર્ભય પણે અને મુક્ત વાતાવરણમાં પરીક્ષા નિર્ભય પણે અને મુક્ત વાતાવરણમાં આપી શકે તે માટે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુસર ડાંગના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. ડી. તબિયાર દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ (BNSS)ની કલમ-૧૬૩ અન્વયે પરીક્ષા કેન્દ્રો પર નિયત પરીક્ષા કાર્યક્રમ દરમિયાન પરીક્ષા કેન્દ્રથી ૧૦૦ મીટર ત્રિજ્યામાં નીચે મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.
આ પરીક્ષા જિલ્લાની દીપદર્શન માધ્યમિક શાળા, આહવા, સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, આહવા યુ-૧, સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, આહવા યુ-૨, એકલવ્ય મોડલ રેસિડેન્સિયલ સ્કુલ તમામ આહવા, ચિંચલી, માલેગામ, સાપુતારા, મહાલ, ગારખડી, તેમજ ઋતંભરા કન્યા વિદ્યાલય મંદિર, સાપુતારા, સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, પિં૫રી યુ-૧, સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, પિં૫રી યુ-૨, સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ચિકાર, તાલુકા પ્રાથમિક શાળા વઘઇ, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, કાલીબેલ, સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સાકરપાતળ, સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, સુબીર, સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, પિ૫લદહાડ, ઉતર બુનિયાદી આશ્રમ શાળા શિંગાણા અને નવજ્યોત હાઇસ્કુલ, સુબીર ખાતે પરીક્ષા યોજાશે.
જાહેરનામાં મુજબ ઉપરોક્ત પરીક્ષા કેન્દ્રથી ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવા, સભા ભરવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંઘ, પરીક્ષા કેન્દ્રથી ૧૦૦ મીટરની ત્રિજ્યામાં તમામ ઝેરોક્ષ સેન્ટરો ચાલુ રાખવા પર પ્રતિબંઘ, પરીક્ષા કેન્દ્રથી ૧૦૦ મીટરની ત્રિજ્યામાં પરીક્ષા દરમ્યાન લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ, પરીક્ષા કેન્દ્રના બિલ્ડીંગમાં કોઇ પણ પરીક્ષાર્થી તેમજ પરીક્ષા સાથે સંકળાયેલા કોઇ પણ કર્મચારીઓ કે ફરજ ઉપરના સ્ટાફ કે અઘિકૃત વ્યક્તિ સિવાય કોઇએ અનઅઘિકૃત પ્રવેશ કરવો નહિ.
વધુમાં ઉપર જણાવેલ પ્રતિબંધો સરકારી નોકરીમાં ફરજ ઉપર હોય તેવી વ્યક્તિઓને તેમજ આવશ્યક સેવા તથા પરીક્ષામાં ફરજની કામગીરી માં રોકાયેલા હશે તેમને તેમજ પ્રતિબંધિત વિસ્તારમાંથી સ્મશાન યાત્રામાં જતા ઇસમોને લાગુ પડશે નહી.
આ જાહેરનામું તા.૧૨/૦૪/૨૦૨૫ ના રોજ સમય ૧૧-૦૦ કલાક થી ૧૩-૩૦ કલાક સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા–૨૦૨૩ની કલમ–૨૨૩ અનુસાર સજાને પાત્ર ઠરશે. આ માટે ડાંગ જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સટેબલ થી નાયબ પોલીસ અધિક્ષકશ્રી સુધીના તમામ અધિકારીઓને, આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.