DEDIAPADAGUJARATNARMADA

ડેડીયાપાડા કોંગ્રેસ દ્વારા કરજણ નદી પુલ પર થી બસો ચાલુ રાખવા આવેદન અપાયું.

ડેડીયાપાડા કોંગ્રેસ દ્વારા કરજણ નદી પુલ પર થી બસો ચાલુ રાખવા આવેદન અપાયું.

 

 

તાહિર મેમણ – ડેડીયાપાડા 02/08/2025 -આજ રોજ દેડિયાપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું. કલેક્ટર નાં જાહેરનામા નાં લીધે કરજણ નદી પર પુલ જર્જરીત હોય બસ તેમજ 15 ટન ગુડ્સ વ્હીકલ માટે પ્રતિબંધ ફરમાવેલ હોય જેથી નેત્રંગથી દેડિયાપાડા અને સેલંબા થી દેડિયાપાડા આવવા માટે રોજીંદા મુસાફરો, વિદ્યાર્થીઓ, નોકરી કરતા કર્મચારીઓ અને જીવન જરૂરી ચીજવસ્તુઓ લાવવાં માટે ઘણાં લાંબા ફેરાવા કરી તાલુકા મથકે વધુ સમય અને કિલોમીટર વધુ કાપી નોકરી, રોજગાર, ધંધા માટે પહોંચવા માટે ખુબ તકલીફ પડતી હોય જાહેરનામું રદ કરી એસટી બસ તથા 15 ટન ગુડ્સ વ્હીકલ ને અવરજવર કરવા દેવાની માંગ કરવામાં આવી. જો દિન – 10 માં માંગ પૂરી કરવામાં ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.તેમ ડેડીયાપાડા કોંગ્રેસ સમિતિ દ્વારા જાણવામાં આવ્યું છે

 

આવેદન આપતી વખતે ડેડીયાપાડા પૂર્વ સરપંચ રાકેશ ભાઈ વસાવા -ડેડીયાપાડા કોંગ્રેસ તાલુકા પ્રમુખ વનરાજ ભાઈ વસાવા – ડેડીયાપાડા તાલુકા પૂર્વ સભ્ય અશ્વિન ભાઈ પ્રજાપતિ અને કોંગ્રેસ કાર્યક્રતા હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!