BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચમાં 1154 કેસ કરી 67.30 લાખ દંડ ફટકાર્યો, આરટીઓ વિભાગે ઓવરસ્પીડ, ઓવરલોડ, નો પાર્કિંગમાં પાર્ક કરનાર સામે ત્રીજું નેત્ર ખોલ્યું‎

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ જિલ્લામાં આરટીઓ વિભાગ થકી માર્ગ સલામતી અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તે અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરી લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સલાહ આપવામાં આવી હતી. તેમ છતાં નિયમોનું પાલન નહિં કરનાર સામે આરટીઓ વિભાગે દંડાત્મક પગલાં લઈ રહ્યા છે.
ત્યારે આરટીઓ વિભગાની ટિમ જિલ્લા ભરમાં અલગ અલગ વિસ્તારોમાં ફરીને નિયમ ભંગ કરનાર વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી. જેમાં એક મહિનામાં નો પાર્કિંગ, ઓવરલોડ, ઓવરસ્પીડ સહિત અન્ય નિયમ ભંગ કરનાર 1154 વાહન ચાલકો પર કેસ કરી રૂપિયા 67.30 લાખ દંડ ફટકારવામાં આવ્યો છે.
લોકો નો પાર્કિંગમાં પોતાના વાહનો પાર્ક કરતાં હોય છે. જેના કારણે સૌથી વધુ શહેરી વિસ્તારમાં ટ્રાફિક ની સમસ્યા સર્જાઈ છે. જેથી આવા ગમેતા નો પાર્કિંગમાં વાહન મોકલનારને 67 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન સૌથી વધુ કેસ ઓવરલોડિંગ વાહનોને કરવામાં આવ્યો છે. જેમાં મોટાભાગે ક્ષમતા કરતા વધુ રેતી વહન સહિત અન્ય સામાન વહન કરતાં 197 વાહનોને 30.34 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઉલેખનીય છે કે, આરટીઓ વિભાગ અવાર નવાર તપાસ કરી નિયમ ભંગ બદલ વાહન ચાલકોને દંડ કરી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!