HIMATNAGARSABARKANTHA

સાબરકાંઠા જિલ્લાની ૧૮,૭૧૬ સગર્ભા બહેનોને રૂ. ૨ કરોડ ૭૬ લાખ થી વધુની સહાય ચુકવાઇ

પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અમલીકરણમાં સાબરકાંઠા જિલ્લાની કામગીરી રાજ્યમાં શ્રેષ્ઠત્તમ

 

સાબરકાંઠા જિલ્લાની ૧૮,૭૧૬ સગર્ભા બહેનોને રૂ. ૨ કરોડ ૭૬ લાખ થી વધુની સહાય ચુકવાઇ

 

 

દરેક પરિવારમાં દીકરી કે વહું સગર્ભા બને તે આનંદ-ઉત્સવ સમાન હોય છે. પ્રથમ વખત માતા બનવું એ દરેક સ્ત્રી માટે આનંદ સાથે ગર્વ ની બાબત છે. સરકારશ્રી દ્વારા આ આનંદમાં સહભાગી થવા પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અમલીકરણ કરવામાં આવેલ છે.

સરકારશ્રીના નિતિ આયોગ દ્વારા આરોગ્યના ૧૧ સુચકાંકો નક્કી કરવામા આવેલ છે. જેમાં પ્રથમ બે અતિ મહત્વના સૂચકાંકમાં માતા અને બાળ મરણ અટકાવવુ તે છે. સગર્ભાવસ્થા દરમિયાન માતાને બે જીવનું પોષણ કરવાનું હોય છે. માતા સાથે જન્મ લેનાર નવજાત શિશુ પણ તંદુરસ્ત રહે તે આવકાર્ય છે. આ યોજના અન્વયે સરકારશ્રી દ્વારા લાભાર્થીઓને શરતી નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવે છે. જે દ્વારા સગર્ભા માતાઓને પુરતો- પોષક આહાર અને સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે આ યોજના અતિ મહત્વની છે.

સાબરકાંઠા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા પ્રધાનમંત્રીશ્રીની આ યોજનામાં સક્રિય કામગીરી કરી જિલ્લાની ૧૮,૭૧૬ સગર્ભા બહેનોને રૂ. ૨ કરોડ ૭૬ લાખ થી વધુની રકમ સીધા તેમના બેંક ખાતામાં જમા કરાવામાં આવી છે. જે સમગ્ર રાજ્યમાં શ્રેષ્ઠત્તમ કામગીરી છે. આ યોજનામા પ્રથમ વાર સગર્ભાવસ્થાની નોંધણી કરાવેલ તમામ બહેનોને આ યોજનાનો લાભ મળે છે.

· આ યોજનામાં પ્રથમ હપ્તો સગર્ભા બેન તરીકેની નોધણી ૧૫૦ દિવસમાં કરવામાં આવે એટલે ૧૦૦૦/- રૂપિયા મળે છે.

· બીજો હપ્તો સગર્ભાવસ્થાના ૧૮૦ દિવસ(૬ માસ) પછી અને સગર્ભાવસ્થાની એક તપાસ થયા પછી જ ૨૦૦૦/- રૂપિયા મળે છે.

· ત્રીજો હપ્તો બાળકના જન્મ બાદ સાડા ત્રણ માસ સુધીમાં બી.સી.જી, ઓરલ પોલિયો,પેન્ટાવેલેન્ટ અને હિપેટાઈટીસ બી ની વેક્સીન થયા પછી ૨૦૦૦/- મળવાપાત્ર છે.

આ યોજનાનો લાભ મેળવવા માટે સ્થાનિક આરોગ્ય કાર્યકરનો સંપર્ક કરવો.

જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!