IDARSABARKANTHA

ઇડર ખાતે રોહિત સમાજના તેજસ્વી તરલાઓનો સન્માન સમારંભ યોજાયો

સાબરકાંઠા…

ઇડર ખાતે રોહિત સમાજના તેજસ્વી તરલાઓનો સન્માન સમારંભ યોજાયો હતો. રીડ્સ ગ્રુપ દ્રારા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારનાં વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી વિવિધ પ્રવુતિ ઓને પ્રજાજનોએ બિરદાવી હતી…

સાબરકાંઠાના ઇડર ખાતે કાર્યરત રિડ્સ ગ્રુપ દ્વારા ગરીબ અને જરૂરિતયાતમંદ પરિવારના વિધાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે નિઃશુલ્ક ટ્યુશન કલાસ ચલાવવામા આવે છે. આ શિક્ષણ જ્યોત રીડ્સ ગ્રુપ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતના વિવિધ ફેકલ્ટીના નિષ્ણાંતોને બોલાવી સ્પેશિયલ બેચ દ્વારા ગરીબ અને જરૂરિતયાતમંદ વિધાર્થીઓને નિઃશુલ્ક કોચિંગ આપવામા આવી રહ્યુ છે. સાથે બજાર કરતા રાહતદરે સારી ક્વોલિટીના ચોપડાનુ દરવર્ષે વિતરણ કરવામા આવી રહ્યુ છે. ત્યારે શિક્ષણ જ્યોત અવિરત આગળ વધતી રહે અને સમાજના વિધાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને અન્ય વિધાર્થીઓને પ્રેરણા મળે તે હેતુથી રોહિત સમાજના ધોરણ ૧૦ અને ૧૨ વિવિધ પ્રવાહમા પ્રથમ દ્વિતીય તૃતીય નંબરે ઉત્તીર્ણ થયેલ વિધાર્થીઓને શિલ્ડ મેડલ અને સન્માનપત્ર આપી બહુમાન કરવામા આવ્યા હતા. જેમા સમારંભ અધ્યક્ષ
નિવાસી અધિક કલેક્ટર અરવલ્લી એન.ડી. પરમાર ,, અધિક જીલ્લા આરોગ્ય અધિકારી અરવલ્લી ડૉ. જયેશ એચ. પરમાર , ઇડર મામલતદાર કે.જે. વાઘેલા , તલોદ મામલતદાર હિમાંશુ ચૌહાણ તેમજ સમાજના રાજકીય અને સામાજીક આગોવાનો ઉપસ્થિત રહ્યા હતા મંચસ્થ મહાનુભાવો દ્વારા સમાજમા શિક્ષણનુ પ્રમાણ વધે સાથે સમાજના યુવાનો શિક્ષણ સાથે દરેક ક્ષેત્રમા પણ આગળ વધો એવી ભાવના વ્યકત કરી હતી…

રિપોર્ટર:- જયંતિ પરમાર

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!