ઇડર તાલુકા ફળ ફળાદી અને શાકભાજી ઉત્પાદક ખરીદ વેચાણ મંડળી સહકારી ખાતે બાગાયતી કૃષિ ખેડૂત પરિસ્વાદ કાર્યક્રમ યોજાયો

0
19
વાત્સલ્યમ્ સમાચાર

IMG 20230120 WA0002

સાબરકાંઠા…

ઇડર ખેમાભાઈ ભવન ખાતે બાગાયતી કૃષિ ખેડૂત પરિસવાંદ કાર્યક્રમ યોજાયો. રાજ્ય સરકાર મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યકમમાં ખેડૂતોને બાગાયત ખેતી તરફ વઘુ ધ્યાન આપવા અને બાગાયત પાકોનું વઘુ ઉત્પાદન કરવા અપિલ કરવામાં આવી હતી…

ઇડર મોહનપુરા ગામ પાસે આવેલ ખેમાભાઈ હીરાભાઈ પટેલ ભવન ખાતે ઘી ઇડર તાલુકા ફળ ફળાદી અને શાકભાજી ઉત્પાદક ખરીદ વેચાણ મંડળી સહકારી ખાતે બાગાયતી કૃષિ ખેડૂત પરિસ્વાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ફળ ફળાદી ચેરમેન સતિષભાઈ પટેલ એ જણાવ્યું હતું કે ઇડર તાલુકા ના ટામેટા મોટુ ઉત્પાદન થાય છે જો ઇડર તાલુકા ટામેટા નું પ્રોસેસિંગ કરવા આવે તો ઇડર તાલુકા ના ખેડૂતો ઓછામાં ઓછા 100 રૂપિયા નો ભાવ મળી શકે છે.ઇડર વડાલી ધારાસભ્ય રમણલાલ વોરા જણાવ્યું હતું કેસરકાર માં રજૂઆત કરી છે કે ટપક પદ્ધતિ માં 90% સબસીડી મળે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ને ટમ લોન આપવી જોઈએ.બાગાયતી અધિકારી ડી એમ પટેલ જણાવ્યું હતું રોપા થી લઈ ને એક્સપોર્ટ કરવા સુધી તમામ યોજનાઓ હોય છે.170 જેટલી યોજનાઓ લાભ લેવો જેવો જોઈએ.પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ.આ કૃષિ ખેડૂત પરીસવાદ કાર્યક્રમ માં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુ સિંહ પરમાર સહિત ઇડર વડાલી ના ગામડાઓનાં ખેડૂતો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા…

રિપોર્ટર:-જયંતિ પરમાર

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews