HIMATNAGARSABARKANTHA

સાબરકાંઠા જિલ્લાના સમાહર્તાશ્રી નૈમેષ દવે ની અધ્યક્ષતામાં ચિંતન શિબિરમાં લક્ષ્યાંકો ની કામગીરી અંગે બેઠક યોજાઈ

સાબરકાંઠા જિલ્લાના સમાહર્તાશ્રી નૈમેષ દવે ની અધ્યક્ષતામાં ચિંતન શિબિરમાં લક્ષ્યાંકો ની કામગીરી અંગે બેઠક યોજાઈ

……………………

તાજેતરમાં મુખ્યમંત્રી, મુખ્ય મંત્રીશ્રીઓ અને વરિષ્ઠ સનદી અધિકારીઓ તેમજ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીઓની રાજ્યકક્ષાની ચિંતન શિબિર કેવડીયા ખાતે યોજાઇ હતી. જેમાં જિલ્લા કક્ષાએ વહીવટી સુધારા લાવવા અને આપવામાં આવેલા લક્ષાંકોની કામગીરીની વિસ્તૃત ચર્ચા માટે જિલ્લા કલેક્ટર શ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.

સાબરકાંઠા જિલ્લાના વિકાસને આગળ વધારવા અને આરોગ્ય શિક્ષણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ખેતી સિંચાઈ પાણીના પ્રશ્નો જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરીને આગામી સમયમાં જિલ્લાના ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓ માટે ચિંતન શિબિર યોજી જિલ્લાના વિકાસ માટે શું કરી શકાય અને કેવી રીતે કરી શકાય તે બાબતે ચિંતન શિબિર નું આયોજન કરવામાં આવે તેમજ આ મુદ્દાઓનો વિગતવાર ચર્ચા કરીને આગામી દસ વર્ષમાં સાબરકાંઠા જિલ્લાના વિકાસ ને કેવી રીતે ઉપર લઈ જઈ શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા અધિક નિવાસી કલેકટર શ્રી દિગંત બ્રહ્મભટ્ટ પ્રાંત અધિકારીશ્રી જયંત કિશોર જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી મીતાબેન ગઢવી પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ચૌધરી હિંમતનગર ચીફ ઓફિસરશ્રી અલ્પેશભાઈ પટેલ તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!