IDARSABARKANTHA

સાબરકાંઠા જિલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત ઇડર નેત્રામલી ખાતે કાર્યક્રમ યોજાયો

સાબરકાંઠા જિલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત ઇડર નેત્રામલી ખાતે કાર્યક્રમ યોજાયો

 

*****

 

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ઘટક ૧૨૩ દ્વારા નેત્રામલી ગામ ખાતે પોષણ પખવાડિયા ની ઉજવણી અંતર્ગત ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા ની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો.

 

ગુજરાત રાજ્ય સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં પોષણ પખવાડિયાની ઉજવણી તા. ૨૦ માર્ચથી ૩જી એપ્રિલ ૨૦૨૩ દરમિયાન થશે. આ વર્ષ -૨૦૨૩ ને આંતરરાષ્ટ્રીય મિલેટ (શ્રીધાન્ય) વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ ધાન્યોના પોષણ- સુખાકારી માટે ના ફાયદા અને વિશેષતાઓ અંગે જાગૃતિ લાવવા અને લોક સમુદાયમાં લોકપ્રિય બનાવવા આ અભિયાન અંતર્ગત કામગીરી થશે.

 

નેત્રામલી ખાતેના આ કાર્યક્રમમાં મિલેટ ધાન્ય જેવા કે બાજરી ,જુવાર,રાગી ,રાજગરો ,સામો અને કાંગ માંથી ક્યા પોષક તત્વો મળે અને તેનું મહત્વ સમજાવવામાં આવ્યું અને આ મિલેટ ધાન્ય માંથી બનાવેલી વાનગી નું નિદર્શન કરવામાં આવ્યું. આ મિલેટ માંથી મળતા પોષક તત્વો વિશે પી.પી.ટી. દ્વારા ગામ લોકોને સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકા પ્રમુખશ્રી હર્ષા વણકર, નગરપાલિકા પ્રમુખ શ્રી જયસિંહભાઈ તવર,નેત્રામલી ગામના સરપંચશ્રી, ગ્રામ પંચાયતના સભ્યો, સી.ડી.પી.ઓ. શ્રી, મુખ્યસેવિકા બહેનો, એન.એન.એમ સ્ટાફ, આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

જયંતિ પરમાર સાબરકાંઠા

 

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!