HIMATNAGARSABARKANTHA

સફાઈ કામદારોની સલામતી અને કાળજીના પ્રશ્નો અંગે સમીક્ષા બેઠક યોજાઈ

સફાઈ કામદારોની સલામતી અને કાળજીના પ્રશ્નો અંગે સમીક્ષા બેઠક યોજાઈ

**********************

ગટર સફાઈ કામદારોની સલામતી અને યોગ્ય કાળજી લેવાની સાથે કોઈ અનિચ્છનીય બનાવ સામે રક્ષણ તેમજ તેમના જીવન ધોરણમાં સુધારો આવે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં મંગળવારે કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાની તકેદારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

રાજ્ય સરકાર મેન્યુઅલ સ્કેવેન્જર્સ મુક્તની દિશામાં અસરકારક કામગીરી કરી રહી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ શહેરી વિસ્તારમાં કામ કરતા સફાઈ કામદારોને સુપ્રિમ કોર્ટના માર્ગદર્શન મુજબ મશીનરીથી સાફ-સફાઈ કરાવવી તેમજ કામદારોને નગરપાલિકા દ્વારા યુનિફોર્મ,ઓક્સિજન માસ્ક, હેલ્મેટ, મોજા, ગમબૂટ સાબુ તથા સેનેટાઇઝરની સુવિધા પુરી પાડવી. જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ કે અકસ્માત સામે રક્ષણ મળી રહે. આ ઉપરાંત સફાઈ કામદારોની કાર્યશૈલી તેમજ તેમનું જીવન ધોરણ ઉચ્ચતમ બને સુધાર આવે તે માટે સમયાંતરે તાલીમ કાર્યક્રમ યોજવા પર ભાર મૂક્યો હતો. સાથે સફાઈ કામદારો અને તેમના પરિવારજનોને આરોગ્યનું સુરક્ષા કવચ મળી રહે તે માટે તેમના હેલ્થ ચેકઅપ અને પી.એમ.જે.એ.વાય યોજના કાર્ડનો લાભ આપવા જણાવ્યું હતું.

બેઠક દરમિયાન પ્રાંતિજ શહેરમાં વર્ષ ૨૦૧૯માં ગટર સફાઈ દરમિયાન અપમૃત્યુ થનારના વારસદારોને સહાયની રકમ ઝડપથી ચૂકવવા અંગે પણ ટકોર કરી હતી.

મેન્યુઅલ સ્કેવેન્જરની કામગીરી સાથે કોઇ સંકળાયેલ ન હોય તેમના હેલ્થના પ્રમાણપત્ર મોકલી આપવા સૂચન કર્યું હતું.

આ બેઠકમાં ઇડરના ધારાસભ્યશ્રી અને પૂર્વમંત્રીશ્રી રમણલાલ વોરાએ સફાઇ કામદારોને પુરતું રક્ષણ મળે તે માટે સલામતીના સાધનો પહેરાવીને જ કામ પર જવા અને જે નગરપાલિકામાં ન હોય તો સાધનો ખરીદીને સફાઇ કામદારોને પુરતુ રક્ષણ આપે ને ગટરમાં કોઇ સફાઇ કામદારોને ઉતારવા નહી.તેમ જણાવ્યુ હતુ.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ શાહ, નાયબ નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ, જિલ્લા પ્રોગ્રામ અધિકારીશ્રી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી, જિલ્લા આયોજન અધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારીશ્રી, નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદભાઇ મછાર,તથા સમિતિના અમલીકરણ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ જયંતિ પરમાર

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!