BANASKANTHAGUJARATKANKREJ

શ્રી આઠ પરગણા વઢિયાર પ્રજાપતિ સમજ ગાંધીધામ દ્વારા ચોથું સ્નેહ સંમેલન તથા સરસ્વતી સન્માન યોજાયો..

શ્રી આઠ પરગણા વઢિયાર પ્રજાપતિ સમજ ગાંધીધામ દ્વારા ચોથું સ્નેહ સંમેલન તથા સરસ્વતી સન્માન યોજાયો..

શ્રી આઠ પરગણા વઢિયાર પ્રજાપતિ સમજ ગાંધીધામ દ્વારા ચોથું સ્નેહ સંમેલન તથા સરસ્વતી સન્માન યોજાયો..

કચ્છની ધન્ય ધરા ગાંધીધામમાં ઉત્તર ગુજરાતમાંથી વ્યવસાયે સ્થિત થયેલ પ્રજાપતિ સમાજ દ્વારા સમાજ સુસંગઠિત બની ” દૂધ માં સાકર ભળે ” તેમ એક બીજામાં ભાઈચારો કેળવાય સમાજ એક તાંતણે બંધાય તેવા સુવિચારથી શ્રી આઠ પરગણા વઢિયાર પ્રજાપતિ સમજની રચના કરવામાં આવેલ.આ મંડળ ના પ્રમુખ નટુભાઈ બી.પ્રજાપતિ, ઉપ-પ્રમુખ પ્રહલાદભાઈ બી. પ્રજાપતિ,મંત્રી દશરથભાઈ એસ. પ્રજાપતિ,ખજાનચી રમેશભાઈ એચ.પ્રજાપતિ,વાડી કન્વીનર પરષોત્તમભાઈ ડી.પ્રજાપતિ, સહ મંત્રી જલાભાઈ આર. પ્રજાપતિ તેમજ કારોબારી સભ્યોના અથાગ મહેનત દ્વારા પ.પૂજ્ય. ધર્મ ધૂ.સંતશ્રી વાસુદેવ મહારાજ પીંપળી ધામના શિષ્ય ગોવિંદ મહારાજની પાવન નિશ્રામાં રમેશભાઈ હરગોવનભાઈ પ્રજાપતિ ઝીલવાણાવાળાના અધ્યક્ષ સ્થાને ઉદ્ધઘાટક નરોત્તમભાઈ પ્રજાપતિ વિશિષ્ટ મહેમાન દિનેશભાઈ આઈ.બારોટ વાવ,ગાંધીધામ નગરપાલિકા કાઉન્સિલર જ્યોત્સનાબેન પ્રજાપતિની ઉપસ્થિતિમાં તા.૦૯-૦૨-૨૦૨૫ ને રવિવારે બપોરે ૩ થી સાંજે ૯ કલાક સુધી શ્રી સોનલધામ ગાંધીધામ કચ્છ ખાતે ચોથું સ્નેહ સંમેલન તથા સરસ્વતી સન્માન યોજાયો હતો. ઉપસ્થિત મહેમાનોના વરદ વરદ હસ્તે દીપ પ્રાગટય કરી મંડળના પ્રમુખ નટુભાઈ પ્રજાપતિએ શાબ્દિક શબ્દો દ્વારા તેમજ બળાઓએ સ્વાગત ગીત દ્વારા મહેમાનોને આવકાર્યા હતા. મહેમાનો તેમજ દાતાઓનું પુષ્પ ગુચ્છ આપી શાલ ઓઢાડી મંડળ ના દરેક કાર્યકરોએ સન્માન કર્યું હતું.ત્યારે સ્વ.રમેશભાઈ ભરમલભાઈ પ્રજાપતિ (સરવાલ) પરિવાર દ્વારા ૫૧,૦૦૦/- રૂપિયાનું અનુદાન આપવામાં આવેલ જયારે કંકોત્રીના દાતા પ્રજાપતિ આકાશ દિનેશભાઈ ગાંડાભાઈ (અરજણસર) સહીત અનેક દાતાઓએ યથા શક્તિ રોકડ દાન કર્યું હતું.આ પ્રસંગે પ્રજાપતિ ત્રિભોવનભાઈ હરિભાઈ (સરકારપુરા) સહિત વિશાળ સંખ્યામાં પ્રજાપતિ સમાજ ઉપસ્થિત રહ્યો હતો.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 22530

Back to top button
error: Content is protected !!