PRANTIJSABARKANTHATALOD

પ્રાંતિજ નગરપાલિકા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું

પ્રાંતિજ નગરપાલિકા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પ્રાંતિજના ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર અને જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે ની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. જેમાં નગરજનો દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા. આ પ્રસંગે લાભાર્થીઓ દ્વારા પોતાના મંતવ્ય રજૂ કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહેમાનો ના હસ્તે લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, આયુષ્યમાન ભારત કાર્ડ તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે નાગરિકો ને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જન પ્રતિનિધિઓ, આગેવાનો, અધિકારી/કર્મચારીશ્રીઓ તેમજ પ્રાંતિજ વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!