IDARSABARKANTHA

સાબરકાંઠામાં તાજપુર અને ડુંગરી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

સાબરકાંઠામાં તાજપુર અને ડુંગરી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

સાબરકાંઠા જિલ્લામાં ઈડર તાલુકાના ડુંગરી અને તલોદ તાલુકાના તાજપુર ખાતે રક્તદાન કેમ્પો આયોજન કરવામાં આવ્યું હતું.
આ બંને કેમ્પોમાં કુલ 33 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.જે આવનારા સમયમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી સાબિત થશે.
આ રક્તદાન કેમ્પ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત, બ્લ્ડ બેંક જી.એમ.ઇ.આર.એસ, હિમતનગર ના સહયોગ થી યોજાયો હતો.જેમાં ગ્રામજનો, યુવાનો તેમજ સેવાભાવી સંસ્થા સહિયર ગ્રુપ હિમતનગરે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સહિયર ગ્રુપ દ્વારા ડુંગરી ખાતે રકતદાતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!